સંઘપ્રદેશ દાનહના સેલવાસ પાલિકા વિસ્તારમાં વિતેલા વર્ષમાં ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં ડેગ્યુંના કુલ236 કેસ મળી આવતા પ્રમુખના દિશાનિર્દેશમાં ચીફ ઓફિસરના નેતૃત્વમાં ડેંગ્યુ અને મલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીને રોકવા માટે ફોગીંગ,પ્રજનન સ્થળ નિર્મૂલન અને દવા છાંટવા જેવી પ્રવૃત્તિને વેગ આપવામાં આવતા પાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ અને મલેરીયાનો ઉપદ્રવ ઘટ્યો છે.
સેલવાસ વિસ્તારમાં ઓગસ્ટમાં 22,સપ્ટેમ્બરમાં 100,ઓક્ટોબરમાં 80 અને નવેમ્બરમાં 56ડેંગુના કેસો જોવા મળ્યા હતાં. અને વર્ષ 2022માં મેલેરિયાના 8 કેસ આવેલા હતા.પાલિકા દ્વારા ડેન્ગ્યુ મલેરિયાને અટકાવવાના પ્રયાસના કારણે ડિસેમ્બરમાં ડેન્ગ્યુ ફક્ત 3 કેસ અને મલેરિયાનો એક પણ કેસ આવ્યો નથી.સેલવાસ પાલિકાના ધ્યાનમાં આવેલું કે, સોસાયટી અને દુકાનદારો દ્વારા પોતાની સોસાયટીમાં અથવા દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારી ફેલાવનાર મચ્છરોની સંખ્યામાં વૃદ્ધિ થતી થાય છે તેનાથી બીમારી ફેલાય છે.સેલવાસ પાલિકાએ શહેરીજનોને સોસાયટીમાં અથવા દુકાનો પાસે ગંદકી ન થવા દેવા, ફુલદાની,કુલર ફ્રિજ કે અન્ય જગ્યા પર પાણી જમા ન થવા દેવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.