પાણીની ચોરી:સેલવાસ રેવન્યુ વિભાગે રખોલી દમણગંગા નદી કિનારેથી બે ટેન્કર પાણી ચોરી કરતા ઝડપી પાડ્યા

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની કટોકટી વચ્ચે નદીમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરતા 2 કન્ટેનરને ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમા ઉધોગોમા પાણી પહોંચાડવા માટે ટેન્કર સંચાલકો દમણગંગા નદીમાંથી ખુલ્લેઆમ પાણીની ચોરી કરતા જોવા મળે છે. દાનહ પ્રસાશક આજે પ્રદેશની મુલાકાતે હતા તે સમયે કલેકટરની રખોલી દમણગંગા નદી બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે 2 પાણીના ટેન્કરો નદીમાંથી પાણી ચોરી કરતા હોવાનુ ધ્યાને આવતા તાત્કાલિક એમણે સેલવાસ મામલતદારને તાકીદ કરવામા આવી હતી અને આ ટેન્કર સંચાલકો સામે કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

મામલતદારની ટીમે દમણગંગા નદી કિનારે પહોંચી ચેક કરતા 2 ટેન્કરોમા દમણ ગંગા નદીમાંથી પાણી ભરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સેલવાસ મામલતદાર અને તેમની ટીમે દમણ ગંગા નદીમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી ઉદ્યોગોને પાણી સપ્લાય કરતા 2 ટેનકારોને જપ્ત કરવામા આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રસાશન દ્વારા નદીમાંથી પાણી લેવા માટેની કોઈ જ પરમીશન આપવામા આવતી નથી કે, એના માટેની રોયલ્ટી પણ આપવામા આવતી નથી. જેથી ટેન્કર સંચાલકો ખુલ્લેઆમ પાણીની ચોરી કરી ઉદ્યોગોને પોંહચાડે છે. સરકારને પણ આનાથી આવક થતી નથી આમ જોઈએ તો સરકારી અધિકારીઓની મીલીભગત દ્વારા જ આ કાર્ય સંભવ બની શકે છે હવે જોવાનુ એ રહ્યુ છે કે અધિકારીઓ દ્વારા આવા ટેન્કર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી જૈસે થે ચાલતુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...