અકસ્માત:સેલવાસના માતા અને પુત્રનો વલસાડમાં અકસ્માત, માતાનુ મોત

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેચ રમવા જતાં પુત્ર સાથે બાઇક પર માતા પિયર જતી હતી

વલસાડ હાઇવે પર અતુલ પાસે પસાર થતાં સેલવાસના માતા પૂત્રની બાઇકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પૂત્રની નજર સમક્ષ માતાએ દમ તોડી દીધો હતો.વાળંદ સમાજની નવસારી ખાતે આયોજિત મેચ રમવા જતાં પૂત્ર સાથે માતા તેના વેસ્મા સ્થિત પિયરે જઇ રહી હતી ત્યારે ઘટના બની હતી.

સેલવાસમાં કિલવણી નાકા આમલીમાં રહેતા કમલેશ ઠાકોરભાઇ મૈસુરિયા તેમના બે છોકરા અને પત્ની કલ્પનાબેન ઉ.49 સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનું સાસરૂં વેસમા હોવાથી ઘણીવાર તેમના પત્ની કલ્પનાબેન છોકરા સાથે બાઇક ઉપર બેસી પિયર અવરજવર કરતા રહે છે.દરમિયાન તેમના બે પૈકી નાનો પૂત્ર મયુર ઉ.25 નવસારી ખાતે સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ રમવા જવાનો હતો એટલે કમલેશભાઇની પત્ની કલ્પનાબેન પણ પિયર ફરી આવવાના શમણાં સાથે પૂત્ર મયુર સાથે બાઇક પર બેસીને સવારે 7.30 વાગ્યા સેલવાસથી વેસમા નવસારી જવા નિકળ્યા હતા.

દરમિયાન અતુલ સેકન્ડ ગેટ પાસેથી હાઇવે પર પસાર થતાં હતા ત્યારે 8.30 વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતાં માતા પૂત્ર બંન્ને રોડ પર ફેકાઇ ગયા હતા.જેને લઇ માતા પરથી વાહનનું ટાયર ફરી વળતાં પૂત્રની નજર સમક્ષ જ માતાએ દમ તોડી દીધો હતો.પૂત્ર મયુરને પણ ઇજા પહોંચી હતી.આ અકસ્માત સર્જાતા લોકોએ દોડી આવી 108 અને રૂરલ પોલીસને જાણ કરી ઇજાગ્રસ્ત પૂત્ર મયૂરને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.આ ઘટનાની જાણ કોઇકે સેલવાસ કમલેશ ભાઇને કરતાં તેઓ અતુલ અને વલસાડ દોડી આવ્યા હતા.પોલીસે મહિલાને મૃતદેહને સિવિલમાં પીએમ માટે મોકલી હતી.પતિ કમલેશભાઇએ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...