કોર્ટનો હુકમ:સેલવાસ કોર્ટે પત્નીના હત્યારાને આજીવન કેદની સજા ફટકારી

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નરોલીમાં 3 વર્ષ પૂર્વે પતિએ જ પત્નીની હત્યા કરી હતી

નરોલી ગામે ત્રણ વર્ષ અગાઉ એક મહિલાની થયેલી હત્યાનાં ગુનામાં સેલવાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પતિને દોષી ઠેરવી આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. નરોલી ગામે 12ઓગસ્ટ 2019ના રોજ મોડી રાત્રે એક મહિલાની લાશ મળી હતી.આ મહિલાની ઓળખ સોનમ સિંહ ઉ.વ.27તરીકે થઇ હતી. જે એના પતિ સોનું પુરષોતમ સિંહ અને એક બાળક સાથે મહેન્દ્રસિંહ સોલંકીની ચાલ નરોલીમાં રહેતી હતી. 12ઓગસ્ટના રોજ આ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતા નરોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ અનિલ ટી.કે.અને એમની ટીમ સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ પ્રિન્સ મોહનસિંહ ચૌહાણ રહેવાસી નરોલી મૂળ રહેવાસી ભરતપુર રાજસ્થાન. જેમણે એમના બનેવી અને મૃતક મહિલાના પતિ સોનું વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.જે સંદર્ભે નરોલી પોલીસે 13ઓગસ્ટ 2019ના રોજ આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 302મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સેલવાસ કોર્ટના સરકારી વકીલ ગોવર્ધન પુરોહિતની દલીલો અને સબુતોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી સોનું પુરષોતમ સિંહને સોનમની હત્યાનો દોષી માની કલમ 302મુજબ આજીવન કારાવાસ અને 15હજાર રૂપિયાના અર્થદંડની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...