તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકલ્પ:વલસાડ પાલિકાનું 91 કરોડનું દેવું ચૂકવવા 200 કરોડની દુકાન વેચો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં શાકભાજી માર્કેટ
  • જોખમી બિલ્ડિંગનો મામલો વિપક્ષે ઉઠાવ્યો: શોપિંગ મોલમાં નાની દુકાનો બનાવવા નિર્ણય

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના માથે પાણીનો 91 કરોડના દેવાનો મુદ્દો સહિત અન્ય મુદ્દા ગાજ્યા હતા. પાલિકાના અટલ બિહારી વાજપેઇ સભાગૃહમાં મળેલી સભામાં પ્રમુખ કિન્નરી પટેલ, સીઓ જે. યુ. વસાવા, સિટી ઇજનેર હિતેશ પટેલ સામે વિપક્ષના 2 સભ્યોએ જર્જરિત 120 આવાસ અને ન્યૂશાકભાજી માર્કેટ બિલ્ડિંગ નવી બનાવવા માટેના કામ સામે વાંધો ઉઠાવી આ જગ્યા મૂળ તળાવની હોવા સામે શાસકો પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું.

આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવા માટે સરકાર પાસે મંજૂરી લીધી કે નહિ તે મુદ્દે ઉવર્શી પટેલે પ્રશ્ન ઉઠાવતાએ અગાઉ 120 આવાસની બિલ્ડિંગ મંજૂરીના આધારે જ બનાવાઇ હતી તેવો ખુલાસો કર્યો હતો. નિતેશ વશી, ઝાકિર પઠાણ અને વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ એક સૂરમાં શોપિંગ મોલમાં મોટી દૂકાનોના બદલે નાની દૂકાનો બનાવી તેનું વેચાણ કરવાનો અભિગમ કેમ રખાતો નથી તેવો પ્રશ્ન અપક્ષ સભ્યોએ રજૂ કર્યો હતો. પાલિકાએ લીગલ અભિપ્રાય લઇને શોપિંગ મોલમાં નાની દૂકાનો બનાવી વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત આઝાદ ચોક રામવાડીથી ગીતાસદન નિકળતો ટીપીનો રસ્તો દબાણ દૂર કરીને બનાવવા માટેની ચર્ચામાં સભ્યોએ તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીએ આ રસ્તો તેમના કાળમાં કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જણાવી ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થશે તેવું જણાવ્યું હતું. નિતેશ વશી, રમેશ પટેલ, ઝાકિર પઠાણ, ઉર્વશી પટેલ, સોનલ પટેલે પ્રમુખ અને સીઓ જે.યુ.વસાવા સમક્ષ વિવિધ મુદ્દા રજૂ કર્યા હતા. પ્રથમવાર શિસ્તબધ્ધ અને પધ્ધતિસર રજૂઆતો અને જવાબોનો અભિગમ જળવાતા દોઢ કલાકમાં સભા સંપન્ન થઇ હતી.

વિકલ્પ| નગરપાલિકાને દેવામુક્ત કરવા માટે વિપક્ષે શોપિંગ સેન્ટરની દુકાનો વેચવાનું સૂચન કર્યું
વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ સાથે ઝાકિર પઠાણ, નિતેશ વશી સહિતના સભ્યોએ સૂર પુરાવી પાલિકા માથે રૂ.91 કરોડના પાણીના નહેર વિભાગનું બિલ અને રૂ.9 કરોડના વિજ બિલનો મુદ્દો ઉઠાવી પાલિકાને દેવામાંથી બહાર કાઢવા વિકલ્પ રજૂ કર્યા હતા. ગીરીશ દેસાઇએ કહ્યું કે,પાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરોની મિલકતો માલિકી ધોરણ વેચાણ કરી રૂ.200 કરોડ ઉભા કરી શકાય છે.આમ કરવાથી પાલિકાના દેવાનો કાયમી નિકાલ થઇ જશે. શાસકપક્ષના સભ્યોએ પણ આ સમસ્યા ઉકેલવા જણાવ્યું હતું.

વેરા વધારાની હિલચાલ સામે વિપક્ષનો વાંધો
વલસાડ પાલિકા 2019થી વેરા વધારાવા માટે હાલમાં શરૂ કરેલી હિલચાલ સામે સામાન્ય સભામાં વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ વિરોધ કર્યો હતો. પાલિકાના ઝાકીર પઠાણ, નિતેશ વશી, રમેશ પટેલ સહિત તમામ સભ્યોએ પણ આ મુદ્દે વેરો બે વર્ષનો એક સાથે નહિ વધારવા માટે ભારપૂર્વકની રજૂઆતો કરી હતી.

પ્રમુખના વોર્ડમાં 10 મિનિટ પાણી
અપક્ષ સભ્યો સોનલ પટેલે પીવાના પાણીનો પ્રશ્ન ઉઠાવી પ્રમુખ કિન્નરીબેનને સંબોધતા જણાવ્યું કે,પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ દિવસમાં માત્ર 10 મિનિટ પાણી આવે છે તેમ છતાં કોઇ ઉકેલ નથી.ઝાકીર પઠાણે પણ અહિના લોકોને ઓછાં પ્રેશરની ટેક્નિકલ ક્ષતિ દૂર કરવા માગ કરી હતી અને આ મુદ્દો પાણીનો હોવાથી તેને તાત્કાલિક પ્રાયોરિટી આપવા દાદ માગી હતી.

પાણીની ટાંકી કાણી મુદ્દે રજૂઆતો
વલસાડના અબ્રામા વિસ્તારમાં હેડ વોટર વર્કસની જૂની ટાંકી કાણી થઇ ગઇ છે જે નવી બનાવવા સ્થાનિક સભ્યે માગ કરી હતી.નિતેશ વશીએ કહ્યું કે,આ ટાંકી પ્લાસ્ટિકની નથી કે કાણી થઇ જાય,ટાંકી લીકેજ થઇ છે જેની મરામત કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...