રજૂઆત:વલસાડના દાંતીના દરિયાકાંઠે થતું રેતી ખનન બંધ કરાવવા માગ, ગામના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેતી ખનની પ્રવૃતિ ન અટકે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે થતી રેતી ખાનન પ્રવૃત્તિ અટકાવવાની માંગ કરવામાં આવી હતી. તેમજ દરિયાનું ધોવાન અટકાવવા માટે મજબૂત પ્રોટેક્ષન વોલ બનાવવાની માંગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરને માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિક અગ્રણીઓએ ઉચ્ચારી હતી.

અનેક રજૂઆત બાદ પણ કોઈ અસર નહીં
સીઆરઝેડના કાયદા હેઠળ રેતી થઈ શકતું ન હોવા છત્તા ખુલ્લેઆમ રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવામાં વલસાડ અને નવસારીનું વહીવટી તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. નવસારીના રેતી માફિયા દ્વારા વલસાડ તાલુકાના દરિયા કિનારે ખુલ્લેઆમ રેતી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર કલકેટરને રજુઆત કરવામાં છત્તા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

મહાકાય મોજાના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે
વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા વારંવાર રજૂઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોની હાલત કફોળી બની છે. જેને લઈને ભરતીના મહાકાય મોજા ઉછળતા આવીને ઘરમાં પ્રવેશતા હોય છે. રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે વારંવાર સ્થાનિક લોકોએ કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છત્તા નવસારીની ખનીજ માફિયાઓ દ્વારા રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા નિષ્ફળ રહ્યા હતા. જેને લઈને વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ વિસ્તારમાં વિપક્ષ નેતા સહિતના અગ્રણીઓએ પણ સ્થાનિક લોકોની મુલાકાત લઈને રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે વિધાનસભમાં રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી સ્થાનિક લોકોને આપી હતી.

વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી
વલસાડ કલેક્ટર સાહિતનાઓને રજુઆત કરવા છત્તા હજુ સુધી રેતી ખનન પ્રવૃત્તિ ન અટકતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે વલસાડ જિલ્લા કલેક્ટરને સ્થાનિક લોકોએ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા અને ગામને બચાવવા માટે મજબૂત પ્રોટેકક્ષન વોલ બનાવી આપવાની માંગણી કરવામાં આવી હતી. જો રેતી ખનન પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિક લોકોએ આપી હતી

અન્ય સમાચારો પણ છે...