તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પોલીસને જોતા વાંકલમાં જુગાર રમતા 3 ધાબાથી કુદયા,1 પકડાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરલી મટકામાં 25 હજાર રોકડ સાથે મુદ્દામાલ કબજે

વલસાડ તાલુકાના વાંકલવાંકીકાંઠા ફળિયામાં એક ઈસમ તેના ઘરના ઘાબા પર બેસીને આવતા જતા લોકો પાસે આંકડા ફરકનો વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી કુલ 65 હજારના મુદ્દામાલ સાથે 1ને ઝડપ્યો હતો. જયારે 3 ઈસમો ધાબા પરથી કૂદકો મારીને ફરાર થઇ ગયા હતા.

વલસાડ તાલુકાના વાંકલના વાંકીકાંઠા ફળિયામાં આવેલા એક મકાનમાં સુરેશ પરાગભાઇ પટેલ તેના ઘરના પાક મકાનના ધાબા પર બેસીને આવતા જતા લોકો પાસેથી આંકડા ફરાકનો જુગાર રમાડી રહ્યો હોવા અંગે રૂરલ પોલીસના જવાનોને બાતમી મળી હતી. જે બાતમીના આધારે રૂરલ પોલીસે તાત્કાલિક વાંકલમાં રેડ કરી હતી. બાતમી વાળા મકાનમાં રેડ કરતા ઘાબા પર 4 ઈસમો હતા. પોલીસના માણસોને જોઈને 3 ઈસમો ઘરના ધાબા પરથી કૂદકો ભાગી છૂટ્યા હતા. પોલીસે અબ્દુલ હમિદ હસનમીયા ખલીફાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. 25,200, મોબાઈલ અને એક બાઈક મળી કુલ 65,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભાગી ગયેલા ઈસમો અલ્પેશ મનુભાઈ રાઠોડ, રહે.ખેરગામ, કલ્પેશ નગીનભાઈ નાયકા, રહે ધરમપુર અને ઘર માલિક સુરેશ પરાગ પટેલને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો