તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકને નુકસાન:વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાં રાહત, કેરીના પાક ઉપર નભતા ખેડૂતો ચિંતામાં

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડુ અને કમોસમી વરસાદે કેરીના પાકને ભારે નુકસાની કરી

વલસાડમાં છુટોછવાયો વરસાદ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી છે. તેમજ વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે. તથા કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

જિલ્લામાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો
વલસાડ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હતું. જેને લઈને સોમવારે વલસાડ શહેર અને જિલ્લામાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. વલસાડ શહેર પંથકમાં વરસાદ પડતાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. જ્યારે કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષે કેરીના ઉંચા ભાવ મળી રહ્યાં હતા. તેમાં તાઉ-તે વાવાઝોડુ અને કમોસમી વરસાદે કેરીના પાકને ભારે નુકસાની કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...