આદેશ:વલસાડના દારૂ મહેફિલ કેસમાં સરપંચ સંઘ પ્રમુખના જામીન ફગાવાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્ટનો 35 આરોપીની અલગ અલગ જામીન અરજી કરવા આદેશ

વલસાડના કાંજણહરિ ગામે ગત રવિવારે રાત્રે દારૂની મહેફિલ પ્રકરણમાં કુલ 41 આરોપીની વલસાડ એલસીબીએ દરોડો પાડી ધરપકડ કરી હતી.જેમાં મહેફિલના આયોજક તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નનકવાડાના સરપંચ વિનોદ પટેલ,ડે.સરપંચ ધર્મેશ પટેલ,1 કિશોર વયનો તરૂણ સહિત 41 આરોપીને પોલીસે રિમાન્ડ માટે ચીફ જ્યુ.કોર્ટમાં રજૂ કરાતા તરૂણ આરોપીને બાદ કરતાં 35 જણાને જ્યુ.કસ્ટડીમાં મોકલાયા હતા,જેમની જામીન અરજી પણ શુક્રવારે કોર્ટે ફગાવી દીધી હતી.

જ્યારે આ કેસમાં મુખ્ય તહોમતદાર ગણાતા વિનોદ પટેલ,ડે.સરપંચ ધર્મેશ પટેલ,બંગલાના માલિક ઠાકોર પટેલ,તેમના બે પૂત્રોને 2 દિવસ રિમાન્ડ પર મોકલાયા હતા,જે 7 જૂલાઇએ પૂરા થતાં 4 આરોપીને જ્યુ.કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.જ્યારે સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની તબિયત લથડતાં સિવિલમાં દાખલ કરાયા હતા.શુક્રવારે વિનોદ પટેલે અત્રેની ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરેલી જામીન અરજીની સુનાવણી બાદ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...