તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચ લેતા ઝડપાયો:કપરાડાના કરજૂન ગામના સરપંચે ચેક પર સાઇન કરવાના 70 હજાર માગ્યા, 48 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ACBની ટીમે સરપંચની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારનો એક કોંગ્રેસ પ્રેરિત સરપંચે એક ચેક ઉપર સહી કરવાના રૂ.70 હજારની માંગણી કરી હતી. સોમવારે વલસાડ ACBની ટીમે કપરાડાના કરજૂન ગામના સરપંચને એક કોન્ટ્રકટર પાસેથી ચેક ઉપર સહી કરવાના રૂ.48 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ACBની ટીમે સરપંચની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતના કરજૂન ગ્રામ પંચાયત દ્વારા એક કોન્ટ્રકટર પાસે ડામરના રસ્તાના રસ્તાનું કામ કરાવવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતમાંથી તે બિલ મંજુર થઈને ગ્રામ પંચાયત પાસે આવી ગયું હતું. કોન્ટ્રાક્ટરનું બિલ ચૂકવવા માટે ચેક ઉપર સહી કારવામાંના કરજૂન ગ્રામ પંચાયતનો સરપંચ ભરત રાઉત દ્વારા ચેક ઉપર સહી કરવાના રૂ.70 હજારની માંગણી કરી હતી. સમાધાન કરતા 48 હજારમાં નક્કી કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે વલસાડ ACBનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે વલસાડ ACBના ડી એમ વસાવા અને તેમની ટીમે સોમવારે છટકું ગોઠવી કપરાડા નાસીક રોડ ઉપર આવેલી રેન બસેરા હોટલની સામે, ખુ્લ્લી જાહેર જગ્યા ઉપર કોન્ટ્રકટર પાસેથી ભરત રાઉતે લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. ACBની ટીમે ભરત રાઉતે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે. લાંચ આપવા ઉપયોગમાં લીધેલા રૂ.48 હજાર રિકવર કરી ACB કચેરીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પદાધિકારીઓ ગ્રાન્ટની લૂંટ ચલાવે છે
કપરાડા તાલુકામાં દરેક યોજનામાં વહીવટી તંત્રના અધિકારી, નેતાઓ તેમજ સરપંચોનું કમિશન ટકાવારી ફિક્સ જ હોય છે. એસીબીમાં રંગે હાથે લાંચ લેતા પકડાયો સરપંચને બલીનો બકરો બનાવ્યો છે, પરંતુ પદાધિકારીઓ જે સરકારી ગ્રાન્ટને ખુલ્લેઆમ લૂંટી રહ્યા હોવાની ચર્ચાઓ છે.

અન્ય સમાચારો પણ છે...