પંચ-સરપંચો સાથે લોકશાહી પણ જીતી:વલસાડ જિલ્લામાં 302 ગામના સરપંચ-સભ્યો વિજયમાળાને વર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના પરિણામમાં વિધાનસભા-લોકસભા જેવો અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો

જિલ્લાની 302 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી 21 ડિસેમ્બર મંગળવારે ભારે ઉત્કંઠાભર્યા માહોલમાં હાથ ધરવામાં આવી હતી. 6 તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિજેતા સરપંચો અને સભ્યોના વિજયસરઘસ વચ્ચે સમર્થકો,કાર્યકરો,ગ્રામજનો દ્વારા વિજયની ઉજવણી કરાઇ હતી.મોડી રાત સુધી મતગણતરીનો દૌર ચાલૂ રહ્યો હતો.તેમ છતાં મતગણતરી કેન્દ્રો ઉપર ઠંડીના વાતાવરણમાં પણ લોકો પરિણામ જાણવા પ્રવેશ દ્વાર સામે અડીખમ રાહ જોતા ધામો નાખીને કલાકો સુધી ઉભા રહ્યા હતા.

વલસાડ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ
વલસાડ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ

કપરાડા અને ધરમપુર તાલુકા મથકે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામ લોકો મતગણતરીના સ્થળે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારના સમર્થકો મતગણતરી કેન્દ્રો ઉપર પહોંચતા બહાર લોકમેળો જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વલસાડ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ
વલસાડ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ

પંચાયતી રાજકારણમાં પાયાની ગણાતી ગ્રામપંચાયતોની જિલ્લાની 302 પંચાયતના સરપંચો અને 2150 વોર્ડ સભ્યોને જિલ્લાના 7.79 લાખમાંથી 6.19 લાખ મતદાતાએ કચકચાવીને મતદાન કરી આગામી 5 વર્ષ માટે વિજયમાળા ધરી હતી.વલસાડ જિલ્લાના ધરમપુર,વલસાડ,પારડી,વાપી,ઉમરગામ,કપરાડા તાલુકાની ગ્રામપંચયાતોમાં નવી ટર્મ માટે કુમકુમ પગલાં પાડવા વિજેતા સરપંચો અને સભ્યોમાં અદમ્ય થનગનાટ હતો.21 ડિસેમ્બરે વલસાડ સહિત તમામ 6 તાલુકા મથકોએ નિયત મતગણતરી કેન્દ્રો ઉપર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

જોકે જિલ્લાના 60 આરઓ અને 60 મદદનીશ આરઓના તાબામાં 6 તાલુકાના મતગણતરી કેન્દ્દોના રૂમોમાં કાઉન્ટિંગ શરૂ કરાતા તબક્કાવાર બેલેટ પેપરની ગણતરીમાં ખાસ્સો સમય લાગ્યો હતો.જેને લઇ મોડી સાંજે પણ કાઉન્ટિંગ પ્રક્રિયા જારી રહી હતી.વિજેતા ઉમેદવારોને સમર્થકોએ ચિચિયારીથી ‌વધાવી હારતોરા કરી રાત સુધી અભિવાદનનો સિલસિલો દિવસભર અને મોડી સાંજ સુધી ચાલતો રહ્યો હતો.વિજેતા થયા બાદ ગામડાઓમાં મોડી રાત સુધી વિજયસરઘસો નિકળતાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો હતો.

જિલ્લામાં ભાજપની પકડ વચ્ચે પારડીસાંઢપોરમાં કોંગ્રેસ સમર્થિત પેનલ વિજેતા
પારડીસાંઢપોરમાં ત્રિપાંખિયા જંગમાં સરપંચના ઉમેદવાર કોંગ્રેસ સમર્થક ધર્મેશ ઉર્ફ ભોલાભાઇ પટેલ 1514 વોટથી વિજેતા બની તેમની પેનલના તમામ 12 વોર્ડ સભ્યો પણ ચૂંટાઇ આવ્યા હતા.જિ.કોંગ્રેસ ઉપપ્રમુખ,જિ.પં.ના પૂર્વ વિપક્ષ નેતા,ભૂતપૂર્વ યુનિવર્સિટી સેનેટ મેમ્બર અને વર્ષો અગાઉ ભૂતકાળમાં પિતા દાદા પણ આ ગામના સરપંચ પદે બિરાજી ચૂક્યા હતા તેવા વિજેતા સરપંચ ભોલાભાઇ પટેલ અગાઉ પણ 3 ટર્મ સરપંચ પદે રહી ચૂક્યા હતા.

સેગવામાં સભ્યપદના 2 ઉમેદવાર 1 મતથી વિજેતા જાહેર
વલસાડના સેગવાની પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે વોર્ડ નં.5ના સભ્ય ઉમેદવાર જીતુ મણિલાલ નાયકા અને વોર્ડ નં.6ના સભ્ય ઉમેદવાર તેજલ આશિષ પટેલ 1 મતની પાતળી સરસાઇથી પંચાયત ચૂંટણીમાં વિજેતા થયા હતા.

વલસાડ પારડીસાંઢપોરમાં શિક્ષિકા વોર્ડ સભ્યપદે ચૂંટાયા
વલસાડની કુસુમ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં મયુરી હિતેશભાઇ મિસ્ત્રીએ વલસાડના પારડીસાંઢપોરમાં વોર્ડ નં.4માં સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી.જેમણે 315 માન્ય મતમાંથી 175 મત મેળવી વિજેતા જાહેર થયા હતા.જેને લઇ શિક્ષકગણમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

અટાર સભ્યની ટાઇ થતાં ચિઠ્ઠી ઉછળી
અટારની ચૂંટણીમાં વોર્ડ નં.4ના સભ્યના 2 ઉમેદવાર વચ્ચે સરખા વોટ મળતાં ટાઇ થઇ હતી.જેને લઇ વાટાઘાટ બાદ ભારે ઉત્સુકતા વચ્ચે ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળતાં ઉંમેદવાર ઉર્મિલા મિતેશ કુમારનો વિજય થયો હતો.

રાત્રે 9:30 વાગ્યા સુધીમાં પરિણામની સ્થિતિ

તાલુકોકુલ પંચાયતગણતરીપૂર્ણબાકીટકાવારી
વલસાડ81572470
પારડી42261662
વાપી2214864
ઉમરગામ3124777
કપરાડા78492963
ધરમપુર48291960
કુલ30219910366
અન્ય સમાચારો પણ છે...