યુપીની 20 વર્ષીય સુલતાના(નામ બદલ્યું છે) મહારાષ્ટ્રમાં રહેતી હતી ત્યારે તેનો પરિચય સમીર (નામ બદલ્યું છે) નામના યુવક સાથે થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા સમીરે સુલતાનાને પહેલા પતિ થકી જન્મેલી 2 વર્ષની દીકરી સાથે સ્વીકારી પોતે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હતા.
થોડા સમય મહારાષ્ટ્રમાં રહ્યા બાદ વલસાડના ઉમરગામ તાલુકામાં કાકા-કાકી સાથે રહેવાનું કહીને સમીર તેણીને ઉમરગામ લઈ આવ્યો હતો. હાલ સુલતાના ગર્ભવતી છે ત્યારે પતિ સમીર સુલતાનાને એક્લી મુકી ભાગી જતા તેણી દીકરી સાથે રસ્તા પર આવી જતાં નિઃસહાય બની હતી. ઘર ભાડૂ ચૂકવવા માટે પણ પૈસા ન હતા.વતનમાં માતા પિતાનો સંપર્ક કર્યો તો તેઓએ પણ દીકરીએ ધર્મ વિરૂધ્ધ જઈ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કર્યા હોવાથી આશરો આપવા માટે સાફ ઈન્કાર કરી દીધો હતો.
સુલતાનાએ છેવટે 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી મદદ માંગતા 181 અભયમની ટીમ ઉમરગામ પહોંચી હતી. જ્યાં અભયમે સુલતાનાનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેના દુઃખમાં સહભાગી બની હતી. હાલમાં તેણી પાસે કોઈ આશરો ન હોવાથી આશ્વાસન આપી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. જેથી હાલમાં રાહત મળતા મદદ બદલ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.