ઉજવણી:પારસી સમુદાયના ઐતિહાસિક કીર્તિ સ્તંભ ખાતે 15મીએ સંજાણ ડેની ઉજવણી કરાશે

ઉમરગામ‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દુનિયામાં મોટી સંખ્યામાં એક સાથે પારસીઓની હાજરી માત્ર સંજાન-ડે કાર્યક્રમમાં જોવા મળે છે

સંજાન ડેની ઉજવણી આ વર્ષે મંગળવાર તારીખ 15 નવેમ્બર 2022 ના રોજ સંજાણ કીર્તિ સ્તંભ ખાતે કરવામાં આવશે. આજથી સાડી ત્રણસો વર્ષ પહેલાં પારસી ધર્મની રક્ષા કરવા માટે માદેરા વતન ઈરાન દેશથી પારસીઓ તે સમયના વડાદસ્તુર નેરીયોસંગ ધવલની આગેવાની હેઠળ ભારતની ભૂમિ ખાતે આવ્યા હતા. દરિયાઈ માર્ગે ઈરાનથી નીકળેલા પારસીઓ ભારતના ભૂમિ તરફ પોતાના જહાજો વાળી તે સમયમાં જાણીતું સંજાણ બંદર ખાતે આવી પહોંચ્યા હતા. સંજાણ બંદર ખાતે આવી તે સમયના રાજા જાદી રાણા ના દરબારમાં પહોંચી આશરો માંગ્યો હતો.

એ સમયની દૂધમાં સાકરની વાર્તા આપણે સૌ જાણીએ છીએ. પારસી સમુદાયના ધર્મ નિરીક્ષણ કરવા માટે ભારતની ભૂમિ પર આવેલા પારસીઓને આશરો આપનાર જાદી રાણા ને ક્યારે ન ભૂલવામાં માટે અથવા નવી પેઢીને પણ જાડી રાણા ના ઉપકારને તાજો રાખવા માટેના અભિગમ સાથે વર્ષોથી સંજાણ કીર્તિ સ્તંભ ખાતે સંધાન ડેની ઉજવણી કરે છે.

જેમાં હજારથી વધુ પારસીઓ સમગ્ર દેશ થી સમજણ ખાતે આવશે આ વખતે સંજાન્ડે તારીખ 15 મી નવેમ્બર 2002 ને મંગળવારના રોજ યોજનાર છે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત એક્સપ્રેસ અને ફ્લાયિંગ રાણીને સંજાણ ખાતે સ્ટોપેજ આપવામાં આવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અને એમની સાથે મુંબઈ પારસી પંચાયતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

આ દિવસે પવિત્ર જશનની ધાર્મિક ક્રિયા સવારે 8:00 કલાકે નારગોલ અને સરોંડાના મોમેદો કરશે ત્યારબાદ 9:00 કલાકે ઉદવાડાના મોબેદો બીજા જશનની ધાર્મિક ક્રિયા કરશે તેમજ નિશાંતો પ્રવચનો આપશે ત્યારબાદ ભોજન સમારોહનું આયોજન પણ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ દર વર્ષે સંજાણ મેમોરિયલ કોલમ લોકલ કમિટી દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...