ભાજપનો ચૂંટણી ઢંઢેરો:સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકની 30 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાશે, કાચા મકાનમાં રહેતા લોકોને પાકા મકાન આપવાનું વચન અપાયું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહન ડેલકરના નિધન બાદ સંઘ પ્રદેશમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં કરેલી આત્મહત્યા બાદ ખાલી પડેલી બેઠક ઉપર આગામી 30 ઓક્ટોમ્બરે પેટા ચૂંટણી યોજાશે. દાદરા નગર હવેલીની લોકસભાની ખાલી પડેલી બેઠક ઉપર BJP, કોંગ્રેસ, શિવસેના અને અપક્ષ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. મતદારોને મનાવવા BJP, કોંગ્રેસ અને શિવસેના દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રવિવારે BJPએ નગર હવેલીના મતદારો માટે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. જેમાં દાદરા નગર હવેલીના લોકોને કેટલાક વચનો BJP ચૂંટણી જીત્યા બાદ પૂર્ણ કરશે તેવા વચનો આપવામાં આવ્યા હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ. શિવસેના અને એક અપક્ષ ઉમેદવાર એમ ચાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. પ્રચાર ઝુંબેશમાં રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાજપ દ્વારા દાદર નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય રેલવે મંત્રી અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશ્વિની વૈષ્ણવ, સહ પ્રભારીઓ ગણપત વસાવા, પીયૂષ પટેલ, ગુજરાતના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ગુજરાત ભાજપના અગ્રણી શંકરભાઈ ચૌધરી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભાજપ દ્વારા આ પેટાચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં પ્રદેશમાં કાચા મકાનમાં રહેતા લોકો માટે પાકા મકાનનો વાયદો કરવામાં આવ્યો છે. સાથે જ પ્રદેશમાં ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણનો વાયદો કરવામાં આવ્યો છે. સાથે જ સાનૂકૂળ પરિસ્થિતિમા ઔદ્યોગિક વિકાસ થાય તેવું વાતાવરણ ઉભુ કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક લોકોની તમામ પડતર માંગણીઓને પૂરી કરવાનું ભાજપ દ્વારા વચન આપવામાં આવી રહ્યું છે.

દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં લોકોને મોટા મોટા વાયદા કરી અને મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશ્વિની વૈષ્ણવે ભાજપના ઉમેદવારનો વિજય થશે તો ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનોને વહેલી તકે પૂરા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...