તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતીની ટ્રક ઝડપાઇ:વલસાડથી ચીખલી પરમીટની મુંબઇ જતી રેતીની ટ્રક ઝડપાઇ, ચીખલીની પરમીટ છતાં વલસાડમાંથી રેતીની હેરાફેરી

વલસાડ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વલસાડના હનુમાનભાગડા ગામ નજીક પીચિંગ પાસેથી મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રકને સિટી પોલિસના કોન્સ્ટેબલ રવિન્દ્ર વસાવાએ રોકી ઝડતી લેતાં તેમાંથી રેતીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ કરતા આ ટ્રક પાસે ચીખલી બલવાડાની રોયલ્ટી પાસ પરમીટ હતી,પરંતું વલસાડના હનુમાન ભાગડા ખાતેથી રેતી ભરીને મુંબઇ લઇ જવામાં આવતા પોલિસે ટ્રક કબજે લઇ ખાણખનિજને સોંપાઇ હતી.

પોલિસના ચેકિંગમાં અનધિકૃત ઢબે રેતીની હેરાફેરી થતી હોવા છતાં ખાણ ખનિજ વિભાગ ઉંઘતું ઝડપાયું છે કે આ વિભાગની રહેમ નજર હેઠળ રેતી માફિયા બેફામ બન્યા છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે.ટ્રક ચાલક પાસે ચીખલી બલવાડાની રેતી રોયલ્ટી પાસ હતો તેમ છતાં વલસાડમાંથી રેતી ભરાતી હોય ત્યારે આના કિસ્સામાં ખાણખનિજ વિભાગ અને કલેકટરકક્ષાએથી કાર્યવાહીની આવશ્યકતા વર્તાઇ રહી છે.

પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી હેરાફેરી
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાર કોસંબા, હનુમાન ભાગડા, દાંતી, ભદેલી,દાંડી, ધરાસણા, ડુંગરી જેવા વિસ્તારોમાંથી બેરોકટોકપણ દરિયામાંથી રેતી કાઢી માફિયાઓ મુંબઇ નાસિક સુધી રેતીનું વહન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લીલાપોર, હનુમાનભાગડા, કોસંબા, નંદાવલા, ગુંદલાવ, સરોધી, કુંડી, ચીખલા હાઇવે કે અન્ય જગ્યાએ રેતીના પ્લાન્ટોમાં પ્રોસેસ કરી રેતી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવે છે. આ હેરાફેરી કાયદેસર છે કે કેમ તેની તપાસ જરૂરી હોવા પર સ્થાનિક ગ્રામજનો ભાર મૂકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો