રજૂઆત:900 આરોગ્ય આઉટસોર્સિંગ કર્મચારીને પગાર, બોનસ ચૂકવવા કમિશનરમાં ઘા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 ઓક્ટોબર પૂર્વે ચૂકવણું કરવા સંગઠન કર્મીઓએ દાદ માગી

વલસાડ જિલ્લાના 6 તાલુકામાં આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 900થી વધુ કર્મચારીઓને દિવાળી પૂર્વે પગાર અને બોનસની ચૂકવણી કરી દેવા માટે કમિશ્નરને ઘા નાંખવામાં આવી છે.સરકારે વર્ગ-1 અને 2ને ચૂકવણુ કરવા પહેલા વર્ગ 3 અને 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓને પગાર અને બોનસ ચૂકવી દેવાના સરકારના આદેશનું પાલન કરવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા દાદ માગવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગ એજન્સી હેઠળ ખુબ જ કપરી કામગીરી કરતા કર્મચારીઓને પગાર અને બોનસની ચૂકવણી કરવા માટે 5 માર્ચ 2021ના રોજ આરોગ્ય કમિશનર દ્વારા એક પરિપત્ર પાઠવી આઉટ સોર્સિંગના કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા અગ્રતાક્રમ નક્કી કરી વર્ગ-3 અને 4ના કર્મચારીઓનો પગાર થઇ ગયાા હોવાના પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વર્ગ-1 અને 2ના કર્મીઓનો પગાર કરવા આદેશ કર્યો હતો.તેમ છતાં મોટાભાગના જિલ્લાઓમાં આ આદેશનો સરેઆમ પાલન કર્યું ન હોવાની ફરિયાદ સામે આવી હતી.

આવી રીતે દિવાળી પૂર્વે પગાર ન થવાથી આ આઉટસોર્સિંગ કર્મચારીઓને પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવામાં સમસ્યા ઉભી થવાની પુરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.તે માટે વર્ગ-3 અને 4ના આઉટસોર્સિંગ કર્મીઓને ઓક્ટોબર માસના પગાર સહિત એક વર્ષના બોનસ,લીવ કેસ અને યુનિફોર્મ,આઇકાર્ડના નાણાં સરકારના આદેશ મુજબ 25 ઓક્ટોબર પહેલા ચૂકવી દેવા કર્મચારીઓમા માગ ઉઠી છે.આ સાથે જ્યાં સુધી આઉટસોર્સિંગ કર્મીઓના પગાર બોનસ ન થાય ત્યાં સુધી વર્ગ-1 અને 2ના કર્મીઓના પગાર ન આકારવા આદેશ કરવા દાદ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...