તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાપીથી સગીરાનુ અપહરણ કરી ભાગી ગયેલો પ્રેમીને સગીરાના પરિવારજનોએ પુનાથી ઝડપી લીધો

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી સગીરાને 26 જુલાઈના રોજ ભગાડી ગયો હતો. પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે FIR નોંધાવી હતી. તે કેસમાં આરોપી પુના ખાતેથી સગીરાના પરિવારના સભ્યોએ ઝડપી વાપી ટાઉન પોલોસની સોંપ્યો હતો. વાપી ટાઉન પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક સગીરાને નજીકમાં જ રહેતો એક યુવક સાથે નજર મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. 26 જુલાઈના રોજ યુવક સગીરાને વાપીથી ભગાડી લઈ ગયો હતો. સગીરાના પરિવાર જનોએ સગીરાના અપહરણની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી. અપહરણની FIRમાં શકમંદ તરીકે સગીરાના પરિવાર જનોએ કર્ણાટકના દિપકભાઈ બસારાજ ઉપર શંકા દર્શાવી હતી.

વાપી ટાઉન પોલીસ સગીરાના અપહરણની તપાસ કરી રહી હતી. જે દરમ્યાન સગીરાના ભાઈને મળેલી બાતમીને આધારે સગીરા પુના હોવાની માહિતી મળી હતી. સગીરાના ભાઈએ પુના જઈ સગીરા અને યુવકને વાપી લઈ આવ્યા હતા. વાપી ટાઉન પોલીસ મથકે પ્રાથમિક પૂછપરછ કરતા સગીરાની મરજી વિરૂદ્ધ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવક વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...