તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Sagira, Who Was Pushed Into Prostitution, Was Rescued By The Team Of Valsad Child Development Unit. Sagira Was Brought To India From Bangladesh To Get A Job.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી સગીરાને વલસાડ બાળ વિકાસ એકમની ટીમે ઉગારી, નોકરી આપવાનું કહીં સગીરાને બાંગ્લાદેશથી ભારત લાવવામા આવી હતી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસેમ્બર 2020થી બાળકીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામા આવી
  • સગીરાએ પોતાના વતન પરત જવાની ઈચ્છા વ્યકત કરી

ભારતના પડોશમાં આવેલા બાંગલાદેશમાંથી એક સગીરાને સારી નોકરી અપાવવાની લાલચ આપી પાસપોર્ટ વિઝા વગર ભારતમાં લાવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપી અને મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં નોકરીના બહાને ફેરવી અને તે સગીર બાળકી પાસે દેહવેપાર કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો વલસાડ બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રકાશમાં આવ્યો છે.

વલસાડ જિલ્લાના બાળ સુરક્ષા એકમના એકમ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા અત્યારે બાળકીને કબજો લઇ અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકી પાસેથી મળેલી વિગત મુજબ બે દિવસ અગાઉ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી એક અજાણી મહિલા સાથે એક બાળક અને એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આથી હોસ્પિટલ દ્વારા બાળકી અંગે સબંધિત વિભાગને સપર્ક કરતા મહિલા પાસેથી બાળકીનો કબજો લેવામાં આવ્યો હતો. અત્યારે આ સગીર બાળકી વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગે કબજો લીધો છે. બાળકી ને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

ડીસેમ્બર 2020માં સગીરાને ગેરકાયદે ભારત લાવવામા આવી
ડીસેમ્બર 2020માં સગીરાને ગેરકાયદે ભારત લાવવામા આવી

નોકરીના બહાને ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલી
​​​​​​​જે મુજબ પડોશી દેશ બાંગ્લાદેશના ઢાકામાં રહેતી આ 17-18 વર્ષીય સગીરાને ડિસેમ્બર મહિનામાં રૂમાં ઈસ્માઈલ અન્સારી નામની એક બાંગ્લાદેશી મહિલા સગીર બાળકીને ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ભારત બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી અને ભારત લાવી હતી. ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી વલસાડ જિલ્લાના વાપી ખાતે લાવવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રાખવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દેહ વેપારની પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી.

બાળકીને ભારતના વિવિધ રાજ્યોમાં મોકલવામા આવી
​​​​​​​
સગીર બાળકીને દેશના વિવિધ રાજ્યોમાં બળજબરી પૂર્વક દેહ વ્યાપારના ધંધા માટે મોકલવામાં આવી હતી. બાળકીને મુંબઈ નાલાસોપારા સહિતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની સગીરાના દલાલો ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત પણ વસૂલી કરતા હતા. બાળકી ને વાપી લાવવામાં આવી હતી અને અહી પણ તેની પાસે થી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. વાપી લાવ્યા બાદ પણ આ બાળકીને જયપુરથી મુંબઈ સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ દેહ વ્યાપાર કરાવાવ ફેરવવામાં આવી હતી.

સગીરાએ બાંગ્લાદેશ પરત જવાની માગ કરી
​​​​​​​
જોકે જે મહિલા બાળકીને દેહ વ્યાપાર કરવા માટે લઈને ફરી રહી હતી. એ મહિલા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા હોસ્પિટલમાં આ મહિલાની સાથે રહેલી આ સગીર બાળકી અંગે શંકા જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અત્યારે બાળકી વલસાડ બાળ સુરક્ષા વિભાગના કબજામાં છે અને બાળકીનું કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. કાઉન્સિલિંગ કમિટી સમક્ષ બાળકીએ તેને પોતાના વતનમાં બાંગ્લાદેશ પરત મોકલી આપવાની માંગ કરી છે. આથી અત્યારે વલસાડ બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકીને નિયમ પ્રમાણે ચાઈલ્ડ હોમ માં મુકવા ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસનો પણ સંપર્ક કરી અને બાળકીના વાલી વારસો અંગે બાંગ્લાદેશમાં તપાસ શરૂ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

આમ આ બાળકી પોતાના કાઉન્સિલિંગ વખતે પોતાની સાથે થઈ રહેલી બળજબરી અને જોર જબરદસ્તીસહિત પીડાની વાત કરી હતી. આથી બાળ સુરક્ષા વિભાગ દ્વારા પણ હવે આ બાબતને ગંભીરતાથી લઈને બાળકીને સુરક્ષા આપવાની સાથે પોલીસનો પણ સંપર્ક કરી અને તેને પરત તેના વતનમુકવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે તો બાકી સુરક્ષિત હાથોમાં છે. પરંતુ તેને ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક દેહવ્યાપારમાં ધકેલનાર અને અત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલી મુસ્લિમ મહિલા સહિત અન્ય લોકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

સગીરાના કાઉન્સિલીંગ સમયે ચોંકાવનારા ખુલાસા થયા
સગીરાના કાઉન્સિલીંગ સમયે ચોંકાવનારા ખુલાસા થયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો