• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Sagira, Who Is Undergoing Treatment At Selvas Hospital, Attempted Suicide From Daman Ganga Bridge, Rescued By 112 Police Team

આપઘાતનો પ્રયાસ:સેલવાસની હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી સગીરાનો દમણ ગંગા બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ, પોલિસની 112ની ટીમે બચાવી

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલિસની 112ની પેટ્રોલિંગ કરતી ટીમે સગીરાને સમજાવીને આપઘાત કરતાં અટકાવી
  • સગીરાએ ઘરે આપઘાત કરવાનો પ્રયાસ કરતા પરિવારે બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી
  • માતા ઘરે ટિફિન લેવા જતા તકનો લાભ લઇ સગીરા હોસ્પિટલમાંથી ભાગી ગઈ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ઘરે ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સગીરાના પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ભાગવાનો મોકો મળતા સગીરા હોસ્પિટલમાંથી ભાગીને દમણગંગા નદીના બ્રિજ ઉપર પહોંચી હતી. જ્યાં સેલવાસ પોલિસની 112ની પેટ્રોલિંગ કરતી ટીમે સગીરાને પુલ ઉપરથી આપઘાત કરે તે પહેલાં સમજાવીને આપઘાત કરતાં અટકાવી હતી.

સેલવાસના ડોકમરડી વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય તરુણીએ કોઈક અગમ્ય કારણસર પોતાના ઘરે જ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને વિનોબભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. એની માતા જ્યારે ઘરે ટિફિન લેવા ગઈ હતી, એ સમયે મોકો જોતાં તરૂણી હોસ્પિટલમાંથી ભાગી જઈ દમણગંગા નદીના બ્રિજ પર પહોંચી ગયી હતી અને નદીમાં કુદવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસ વિભાગની 112ની પીસીઆર વાન ત્યાંથી પસાર થતાં, તેમાં બેઠેલા સ્ટાફની નજર પડતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે તરુણીને નદીમાં કૂદતા બચાવી લીધી હતી. બાદમાં એને સેલવાસ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી, જ્યાં એના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં એસપી અને એસડીપીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તરુણીના પરિવાર અને છોકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...