અપહરણ:વલસાડમાં રહેતી સગીરાનું અપહરણ, પરિવારે બારડોલીના કછોલી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાને કછોલી ગામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી

વલસાડ તાલુકામાં રહેતી 17 વર્ષીય સગીરાને બારડોલી તાલુકાના કછોલી ગામમાં રહેતા એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાનું 1 લી મેંના દિવસે અપહરણ કરી ગયો હતો. સગીરાના પરિવારના સભ્યોને સગીરા ઘરે ન મળતા સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ તપાસ કરતા કછોલીનો એક યુવક સગીરાનું અપહરણ કરી ગયો હોવાની જાણ થતાં નજીકના પોલીસ મથકે 4થી મેંના રોજ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ તાલુકામાં રહેતી એક સગીરાને બારડોલી તાલુકાના કછોલી ગામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાયા બાદ 1 લી મે 2022ની બપોરે સગીરા ઘરે પાસેથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.

સગીરા ઘરે ન મળી આવતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા અંગે સગીરાની બહેન પણી અને સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરાના પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

સગીરાનો કોઈ જગ્યાએ ન મળતા 4થી મે ના રોજ સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું અપહરણ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સગીરાના અપહરણ અંગે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને મદદ બાતમીદારોની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...