અપહરણ:વલસાડ શહેરમાંથી અપહરણ કરાયેલી 13 વર્ષીય સગીરા રાજસ્થાનમાંથી મળી આવી

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચ આપી અપહરણ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરાઈ

વલસાડમાંથી 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ થયેલી સગીરાનો રાજસ્થાનથી પોલીસે કબજો લીધો છે. શખ્સ સગીરાનું અપહરણ કરી રાજસ્થાન ચાલી ગયો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે રાજસ્થાનથી સગીરાનો કબજો લીધો છે. જો કે, યુવક ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે.

છોટાઉદેપુરથી કાકાના દીકરાને સાચવવા આવેલી 13 વર્ષીય સગીરાને નજીકના વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રાજસ્થાની યુવક પ્રકાશ દીપક ડામોર ભગાડી રાજસ્થાન લઈ ગયો હતો. સગીરાના કાકાએ બનાવની જાણ વલસાડ સીટી પોલીસને મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સીટી પોલીસે એક ટીમે યુવકના ઘરે રાજસ્થાન બાસવાડા જિલ્લાના ડુંગરબારા ખાતે તપાસ કરવા મોકલી આપી હતી. સીટી પોલીસની ટીમે યુવકના ઘરે તપાસ કરતા યુવકને ઘરેથી સગીરા વલસાડ સીટી પોલીસને મળી આવી હતી. પોલીસે સગીરાનો કબજો મેળવી યુવકની શોધખોળ હાથ ધરી હતી. યુવકના ઘરેથી સગીરાનો કબ્જો મેળવી સીટી પોલીસની ટીમ સગીરાને વલસાડ લાવી આગળની તપાસ હાથ ધરી હતી.

સીટી પોલીસે સગીરાની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા સગીરા લોકડાઉન પૂર્વે તેના કાકાના ઘરે આવી હતી ત્યારે પ્રકાશ સાથે તેની આંખ મળી ગઈ હતી. જેમાં થોડા દિવસોમાં લોકડાઉન જાહેર થતા સગીરાને તેના કાકા તેના ગામ મૂકી આવ્યા હતા. જે બાદ 2021માં થોડા દિવસો પહેલા સગીરા તેના કાકાના દિકરા ને સાચવવા વલસાડ પરત આવી હતી. જ્યાં પ્રકાશ સાથે ફરી આમને-સામને થતા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પ્રકાશે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના કાકાના ઘરેથી ભગાડી ગયો હતો. જેથી સિટી પોલીસે રાજસ્થાનથી સગીરાનો કબ્જો મેળવી ફરાર યુવકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...