કડક કાર્યવાહી:વલસાડના જૂજવામાં બર્થડે પાર્ટી કેસમાં રૂરલ એએસઆઇ સસ્પેન્ડ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ એસપીની કડક કાર્યવાહીથી બેડામાં ફફડાટ ફેલાઇ ગયો

વલસાડ તાલુકાના જૂજવામાં બિલ્ડરની સાઇટ ઉપર રાત્રિએ બર્થડે પાર્ટીમાં કોવિડ-19ના નિયમોના ભંગનો વીડિયો વાયરલ થવાના કેસમાં બેદરકારી મામલે રૂરલ પોલીસ મથકના એએસઆઇને ઇન્ચાર્જ એસપીએ સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ફફડાટ પેસી ગયો હતો.જૂજવા ગામે પંચાયતના સભ્ય સુનિલ પટેલની બર્થડે પાર્ટીનું બિલ્ડર બીપીન પટેલની સાઇટ પર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોવિડ-19ના નિયમોનો ભંગ થવાનો વીડિયો વાયરલ થતા આ વીડિયો પોલીસ અધિકારીઓએ પણ જોઇ લીધો હતો. આ પાર્ટીમાં આમંત્રિતોએ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગના નિયમોને નેવે મૂકીને હર્ષોલ્લાસ વચ્ચે પાર્ટીની ઉજવણી કરી હતી.

જેમાં ડીવાયએસપી એમ.એન.ચાવડા પાસે આ મામલો પહોંચી જતાં તેમણે કોવિડ નિયમોના ભંગ મુદ્દે કાર્યવાહી કરવા સંકેત આવ્યા હતા.વલસાડ રૂરલ પોલીસના પીએસઆઇ કે.એન.પટેલે જાતે ફરિયાદી બની આ કેસમાં બિલ્ડર સહિત 70 જેટલા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં તપાસ કરાતાં જૂજવામાં યોજાયેલી આ પાર્ટીની રૂરલ પોલીસના એએસઆઇ અને જૂજવાના બીટ જમાદાર સંજય પાલને કોઇ જાણકારી ન હોવાના મામલે ફરજમાં બેદરકારી દાખવવાના મુદ્દે વલસાડ જિલ્લા ઇન્ચાર્જ એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા રૂરલ પોલીસ મથકમાં સન્નાટો મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...