તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાના કામમાં સોશિયલ ડીસ્ટંસ ભૂલાયું:વલસાડની શાહ NH કોમર્સ કોલેજમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 400 છોડ વાવી NCC અને NSSના વિદ્યાર્થીઓને છોડ દત્તક આપવાનો કાર્યક્રમ

વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ NH કોમર્સ કોલેજ ખાતે 7 જુલાઈના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહ NH કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા NCC અને NSSના વિદ્યાર્થીઓને છોડ દત્તક આપીને છોડની જાળવણી સોંપવામાં આવી હતી. વલસાડ રોટરી કલબના સગીયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ કે ડાયસ ઉપર કોવિડની ગાઈડલાઈનનું પાલન થતું જોવા મળ્યું ન હતું. સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળી રહ્યો હતો.

કોલેજના આચાર્ય ગિરીશ રાણાએ પર્યટક સ્થળો ઉપર પણ કોવિડની ગાઈડ લાઈનનો ભંગ થતો જોવા મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું હોવાનું જણાવી વાતને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સમજાવવાની જગ્યાએ સરકારે આપેલી છૂટછાટનું બહાનું આગળ કરવું કેટલા અંશે વ્યાજબી છે. સાથે રસીકરણ અને પૂછતાં 90% વિદ્યાર્થીઓ રસીકરણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...