તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:RSS કાર્યકરે પત્નીના મોત બાદ તાણમાં આપઘાત કર્યો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 માસ પહેલા પત્નીનું મૃત્યુ થતાં કૂવામાં ઝંપલાવ્યું

વલસાડ છીપવાડ આર્યસમાજ સ્કૂલ પાસે RSSના પાયાના કાર્યકર્તાએ દિવાળીના દિવસે કૂવામાં ઝંંપલાવી આત્મહત્યા કરી હતી. આજુબાજુમાં શાકભાજી વેચતી મહિલાઓએ બુમાબુમ કરતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ છીપવાડમાં રહેતા જયંતીભાઈ ભંડારી ઉ.વ. 62, શનિવારે સવારે છીપવાડ આર્યસમાજની સ્કૂલ પાસે આવેલા કૂવામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શાકભાજી વેચતી મહિલાઓ અને સ્થાનિક લોકોની સજાગતાને લઈને તેમને આત્મહત્યા કરતા અટકાવ્યા હતા. થોડીવાર બેસાડી સમજાવ્યા હતા. 20 મિનિટ બાદ પરત કુવા પાસે આવી ઝંંપલાવી દીધું હતું. નજીકમાં શાકભાજી વેચતી મહિલાઓએ બુમાબુમ કરતા અજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસ અને 108ની ટીમને ઘટનાની જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં જયંતિભાઇના પત્નીનું 25 દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જેથી જીવનમાં એકલા પડી જતા જયંતિભાઈએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલોસે જયંતિભાઈની લાશ કુવામાંથી બહાર કાઢીને પીએમ કરાવવા મોકલી આપી હતી. પોલીસે ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો