લાંચીયો અધિકારી ઝડપાયો:વલસાડના વિભાગીય નિયામકની શિક્ષાત્મક પગલાં ન ભરવા માટે રૂ. 10 હજારની લાંચની માંગ, ACBના છટકામાં ઝડપાયા

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ પતાવવા અને દંડ ન ફટકારવા 2 આરોપીઓ પાસેથી કુલ રૂ. 10 હજારની માંગણી કરી
  • કર્મચારીઓ લાંચ આપવા માંગતા ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો
  • નવસારી ACBની ટીમે વિભાગીય નિયામકની અટકાયત કરી તપાસ હાથ ધરી

વલસાડ એસટી ડિવિઝનમાં વિભાગીય નિયામક સમક્ષ કર્મચારીઓની ફરિયાદ આવી હતી. તે ફરિયાદના નિરાકરણ માટે 2 આરોપીઓ પાસેથી કુલ 10 હજારની માંગણી કરી હતી. આરોપીઓ લાંચ આપવા માંગતા ન હોવાથી ACBની ટીમની મદદ મેળવી હતી. આજે ગુરૂવારે સાંજે નવસારી અને સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી વિભાગીય નિયામક વલસાડ D V ચૌધરીને રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીએ વલસાડ એસટીના વિભાગીય નિયામકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના એસટી ડેપોના વિભાગીય નિયામક તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર વાઘજીભાઈ ચૌધરી સામે એસટીના 2 કર્મચારીઓની ફરિયાદ આવી હતી. જે ફરિયાદને પતાવવા અને દંડ ન ફટકારવા માટે તેમણે બંને આરોપીઓ પાસે મળી કુલ 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. એસટીના કર્મચારીઓ લાંચ આપવા માંગતા ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. નવસારી અને સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. વિભાગીય નિયામકની ચેમ્બરમાં જ D V ચૌધરીએ લાંચની રકમ સ્વીકારી હતી. ACBની ટીમે છટકું ગોઠવી તેમને ઝડપી પાડ્યા હતા. નવસારી ACBની ટીમે DV ચૌધરી ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...