તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:વલસાડ સ્ટેશને RPF જવાને 60 બોટલ દારૂ સાથે યુવકને પકડ્યો

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્લેટફોર્મ નં.1 ઉપર શૌચાલય પાસે ઉભો હતો ત્યારે પકડાયો

વલસાડના રેલવે સ્ટેશન ઉપર મૂળ ગાઝીપુર યુપી અને હાલે સુરત અમરોલીમાં રહેતા વિનોદ કાંબલી રામધ્યાન યાદવ નામના 20 વર્ષીય યુવકને 60 બોટલ દારૂના જથ્થા સાથે આરપીએફ સ્ટાફના જવાન મનોજકુમારે ઝડપી પાડ્યો હતો.આ યુવકને વલસાડ જીઆરપી પોલીસને સોપી દેવાતાં તેની વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો હતો.

વલસાડ રેલવે સ્ટેશને પ્લેટ ફોર્મ નં.1 ઉપર શૌચાલય પાસે એક યુવક રેક્ઝિનની બેગ લઇને ઉભો હતો ત્યારે આરપીએફ સ્ટાફના જવાન મનોજકુમાર ઝાડિયાસિંગે બેગની ઝડતી લેતાં તેમાંથી રૂ.3335ની કિમતનો 60 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરપીએૅફ જવાને તેને પ્રોહિબિટેડ એરિયામાં દારૂ રાખવા બદલ મેમો ફાડી પ્લેટફોર્મ ઉપર સર્વેલન્સ કરી રહેલા ગુજરાત રેલવે પોલીસના લોકરક્ષક સત્તાર કાસમભાઇને સોંપ્યો હતો.

આરોપીના નેગેટિવ રિપોર્ટ બાદ રેલવે પોલીસ મથકે લાવી પીએસઓ પ્રવિણસિંહ ભીમસિંહે સોંપ્યો હતો. આરોપી યુવકની પુછપરછ કરતા તેનું નામ વિનોદ કાંમ્બલી રાધ્યાન યાદવ ઉ.20, ધંધો મજૂરી, હાલ રહે,અમરોલી,સુરત,મૂળ રહે.જહાનપુર, તા.જખનિયા પોલીસ સ્ટેશન, બડાગાંવ,જિ.ગાઝીપુર, યુપીનો હોવાનું જણાવ્યું હતું.જીઆરપીએ મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આમ ટ્રેનોમાં દારૂની ખેમમાં પોલીસની ભૂમિકા બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો