તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવેન્ચર તાલીમ:ધરમપુરના આવધા ઘાટ ખાતે ખડક ચઢાણ એડવેન્‍ચર તાલીમ યોજાઇ

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય કમિશનર યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ હસ્‍તકની જિલ્લા રમત ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા ભાઈઓ-બહેનો માટે ખડક ચઢાણ એડવેન્‍ચર તાલીમ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ઘાટ ખાતે યોજાઇ હતી. આ એડવેન્‍ચર ટ્રેનિંગમાં યુવાન ભાઈ-બહેનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. રામ આગરે, હિતેષભાઈ પ્રજાપતિ તેમજ રાહુલભાઈના માર્ગદર્શન હેઠળ યુવાનોને ફલાઇંગ ફોકસ, વેલી ક્રોસિંગ, કાર્ગોનેટ, રેપલિંગ, ટાઈગર વોક જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. યુવાનોમાં રહેલ સુષુપ્‍ત શક્‍તિઓને વિકસિત કરવા અને પર્વતારોહણના કૌશલ્‍ય વધારવા માટે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલ, તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યો હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો