તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વલસાડ નપાની ડમ્પિંગ સાઇટનો રસ્તો ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટના કામ માટે બંધ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 ટન કચરો ઉપાડી ઠાલવવાનું કામ અટવાયું, શહેરમાંથી ઉપાડેલા કચરાને લઇ જતાં 22 ટ્રેકટરોને 4 કિમીનો ચકરાવો

વલસાડ શહેરમાં દૈનિક 45 ટનનો કચરો ઉપાડી પારડીસાંઢપોર ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવાના રસ્તો નજીકથી પસાર થતી ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટના કામ માટે બંધ કરાતા કચરો ઠાલવવાની કામગીરી ખોટકાઇ રહી છે.જેના કારણે વિલંબ થતાં શહેરમાં કચરો ઉપાડવાની કામગીરીમાં ખોરંભે પડી છે.

વલસાડ પાલિકા દ્વારા શહેરમાંથી ઉપાડવામાં આવતાં કચરાને પારડી સાંઢપોરની સીમમાં નદી નજીક આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવા માટે પાલિકાના 22 ટ્રેકટરો કામે લાગે છે.શહેરના 11 વોર્ડમાં પાલિકા દ્વારા ગાર્બેજ કલેકશન સવારે અને સાંજના દરમિયાન કરવામાં આવે છે.આ કચરાને પારડીસાંઢપોર ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ કરવાની કામગીરીમાં સતત ટ્રેકટરોની અવરજવર આ માર્ગ ઉપરથી થઇ રહી છે.જો કે હાલમા વલસાડમાં રેલવેના ફ્રેઇટ કોરિડોરની નવી ટ્રેકલાઇન નાંખવા માટેની કામગીરી આગળ ધપી રહી છે.

આ લાઇન રેલવેની જગ્યામાંથી પસાર થઇ રહી છે,પરંતુ વચ્ચે ક્રોસલાઇન આગળનો રસ્તો મોટાભાગે પાલિકાના ટ્રેકટરોની અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આ માર્ગ ટ્રેકલાઇનના કારણે બંધ કરાતાં પાલિકાના ટ્રેકટરોની અવરજવર બંધ થઇ જતાં મુશ્કેલી ઉભી થઇ છે.

નગર પાલિકાને આર્થિક ભારણ વધશે
વલસાડ શહેરના કચરાને ડમ્પિંગ સાઇટના 5 કિમી સુધીના માર્ગ પરથી પસાર કરી નિકાલ કરવામાં કુલ 28 ટ્રેકટરને કામે લગાડવા પાલિકાને ડીઝલનો ખર્ચામા હવે વધારો થશે.કારણ કે હવે વલસાડપારડી થી પારડી સાંઢપોરના અંદરના રસ્તાઓ ઉપરથી ટ્રેકટરોને ડમ્પિંગ સાઇટ પર પહોંચવા માટે 5થી વધુ કિમીનો લાંબો ચકરાવાથી આર્થિક ભારણ વધશે તેવું સભ્યો જણાવી રહ્યા છે.

વલસાડ પારડી અન્ડરપાસથી થઇ ડમ્પિંગ સાઇટે જતો રસ્તો બંધ થયો
શહેરમાંથી 11 વોર્ડમાં એકત્ર થતો કચરો ડમ્પિંગ સાઇટ ઉપર લઇ જવા માટે વલસાડપારડીના રેલવે અન્ડરપાસને ક્રોસ કરીને ફ્રેઇટ કોરિડોરની નવી ટ્રેક લાઇન થઇ પારડીસાંઢપોરના માર્ગે નદી કિનારે ડમ્પિંગ સાઇટ ઉપર લઇ જવાનું કામ વિલંબિત થયું છે. જેથી સમયનો વ્યય થતાં કચરો ઉપાડવા- ઠાલવવાની કામગીરી ખોટકાયું .

ટ્રેકલાઇન નજીકના રસ્તાની JCBથી સફાઇ કરીને ઉકેલ લાવવામાં આવશે
વલસાડપારડીથી અન્ડરપાસ થઇને પારડીસાંઢપોર ડમ્પિંગ સાઇટનો રસ્તો રેલવે ફ્રેઇટ કોરિડોરની કામગીરીના કારણે બંધ થતાં હવે બાજૂની જગ્યાએ રસ્તાની જગ્યા જેસીબીથી સફાઇ કરીને પાલિકાની સાઇટ ઉપર જઇ શકાય તેવો ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો જારી છે. > ઝાકિર પઠાણ,કાઉન્સિલર,મોગરાવાડીઅબ્રામા

કચરો ઉપાડવા માટે ઝડપી કાર્યવાહી કરવા પ્રયાસ છે
પાલિકાના ડમ્પિંગ સાઇટ ઉપર કચરો લઇ જવા માટે રસ્તાના પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયાસો જારી છે.વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે આરોગ્ય શાખા સાથે સંકલન કરાઇ રહ્યું છે.> કિન્નરી પટેલ,પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...