વિકાસનો યજ્ઞ:વલસાડના 5 ગામમાં 6.26 કરોડના રસ્તા-પુલ બનશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલના નિર્માણ માટે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારો સાથે રવિવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત - Divya Bhaskar
પુલના નિર્માણ માટે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારો સાથે રવિવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
  • પારનેરા-પારડી ગામે વાંકી નદી પર 2.50 કરોડનો પુલના નિર્માણથી નવી સુવિધા

વલસાડ જિલ્લા પંચાયતની નનકવાડા બેઠક વિસ્તારોના 5 ગામમાં રૂ.6.26 કરોડના કામો મુદ્દે ધારાસભ્યની રજૂઆતોના પગલે મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી રસ્તા અને પુલના નિર્માણ માટે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારો સાથે રવિવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇહતી.ગ્રામજનોની રસ્તાના પ્રશ્નોના ઉકેલ માટે હવે કામગીરી ચાલૂ કરવાની તજવીજ શરૂ થઇ છે.વલસાડના નનકવાડા ગામે જિ.પં.ની આ બેઠક વિસ્તારોમાં રૂ.6.26 કરોડના કામો માટે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મર્યાદિત મહેમાનો વચ્ચે ધારસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે વિધિ કરવામાં આવી હતી.

જેમાં પંચાયતના વિનોદભાઇ પટેલ,જિ.પંના ઇજનેર નિલમભાઇ,કોળી સમાજના ઉપપ્રમુખ શશીભાઇ પટેલ,જુજવાના સરપંચ ધર્મેશ પટેલ,પંચાયત સભ્યો સોમુભાઇ,ધર્મેશભાઇ,ગીરીશભાઇ અને અન્ય આમંત્રિતો દિપકભાઇ,ગ્રામજનો વેિગેરે હાજર રહ્યા હતા.ધારાસભ્ય ભરતભાઇએ ઉદબોધનમાં નનકવાડા અને સમગ્ર તાલુકાના વિકાસકીય કામોની વિગતો દર્શાવી પેઇજ પ્રમુખ કમિટિ અને સભ્યો તથા ચૂંટણીની કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. નવી સવુધાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળશે. જેને લઇ લોકોને રાહત મળશે.

આ ગામોમાં રસ્તા અને પુલ બનશે

વિસ્તારના રોડરકમ(લાખમાં)

નનકવાડા નાગલા ફ.ખનકી ફ.રોડ

રૂ.35.00

નનકવાડા જયરાજ પાર્ક રોડ

રૂ.30.00

પારનેરાપારડી વાંકી નદી પરનો પુલ

રૂ.250.00

પારનેરાપારડી ઘોડિયાવાડ,નાયકીવાડનો રોડ

રૂ.45.00

પીટીસી કોલેજથી ખોખરા ફ.જતો રોડ

રૂ. 50.00

પારનેરાપારડી વચલા ફ.થીસ્કૂલ,મંદિર ફ.રોડ

રૂ.50.00

પારનેરાપારડી બંગલી ફ.,જુવારિયા ફ.રોડ

રૂ. 52.00

સેગવી મુ.રસ્તાથી બ્રહ્મદેવ મંદિરે જતો રોડ

રૂ.30.00

મોટાસુરવાડા ગામે મહાદેવ ફળિયા રોડ

રૂ.39.00

ડુંગરવાડી નાયકીવાડ,માહ્યાવંશી,ગાયત્રીનગર

રૂ.45.00
અન્ય સમાચારો પણ છે...