લોકોને હાલાકી:દાનહમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી નદી નાળા જળબંબાકાર

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનવેલ દુધની રોડ અધુરા કામથી લોકોને હાલાકી

દાનહમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. સેલવાસમાં 193.2એમએમ આઠ ઇંચ વરસાદ પડ્યો છે. જે સાથે સિઝનનો કુલ વરસાદ 1119.4એમએમ 44.76ઇંચ વરસાદ થયો છે. સાંજે છ વાગ્યે મધુબન ડેમનું લેવલ 71.90મીટર ડેમમાં પાણીની આવક 90024ક્યુસેક અને પાણીની જાવક 118789ક્યુસેક છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા 1.47લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. ખાન વેલ સાકર તોડ નદીમાં પણ બંને કાંઠે વહેતી જોવા મળી હતી.દમણગંગા નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ હાલમાં પણ બંધ પડેલો જોવા મળ્યો હતો. પ્રશાસન દ્વારા નદીની આજુબાજુના ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરી છે. ખાનવેલ ખુટલી ગામનો મુખ્ય રસ્તો જે વરસાદ શરૂ થાવ પહેલા બનાવવા માટે ખોદી નાખવામાં આવ્યો હતો જે રસ્તાની હાલત એકદમ ખરાબ થઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...