તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલસાડ રેલવે ઓવરબ્રિજ ઉપર રીક્ષા, છોટા હાથી ટેમ્પો અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત, 5 ઇજાગ્રસ્ત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને લઈને ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
  • 108 મારફતે ઇજા ગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

વલસાડના રેલવે ઓવરબ્રીજ નજીક તડકેશ્વર મંદિર પાસે રીક્ષા, ટેમ્પો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસને જાણ કરી હતી. 108ની ટીમે ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

વલસાડ રહેતા એક બકરા ઉછેર કરતા પરિવારના બકરાઓ બીમાર પડી રહ્યા હતા. બીમારીમાં કેટલાક બકરાઓ મૃત્યુ પામ્યા હતા. જેથી 5 જેટલા બકરીના બચ્ચાઓને પારડી પશુના દવાખાને સારવાર માટે છોટા હાથી ટેમ્પોમાં સારવાર માટે લઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન તડકેશ્વર મંદિર પાસે રેલવે ઓવર બ્રિજ ઉપર અતુલ તરફથી આવતી રીક્ષા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક, રીક્ષા ચાલક, રિક્ષામાં સવાર 2 યાત્રી અને બાઈક ચાલક મળી કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઓવરબ્રિજ ઉપર થયેલા અકસ્માતને લઈને ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ અને રાહદારીઓએ ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. 108ની ટીમે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...