વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે પોલીસ મથકની વિઝીટ લીધી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, પોલીસ મથકે આવતા અરજદારોને SPએ સાંભળ્યા હતા. અરજદારો અને સામાજિક અગ્રણીઓએ સાથે પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતા વર્તન અંગે માહિતી મેળવી હતી. ધુળેટીના તહેવારને ધ્યાને રાખીને પારડી પંથકમાં બજારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ જવાનોને જરૂરી સૂચનો કર્યા હતા. પોલીસ મથક પાસે પડી રહેલા વાહનોનો યોગ્ય રીતે જાળવણી રાખવા અને જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી હતી. પારડી પોલીસ મથકે ગત વર્ષોમાં નોંધાયેલી ફરિયાદો અંગે માહિતીઓ મેળવી હતી. બાકી રહેલા કેસોનો નિકાલ કરવા અંગે પોલીસ જવાનોને સૂચનો કર્યા હતા. પારડી પોલોસ મથક વિસ્તારમાં નેશનલ હાઇવે, અરબી સમુદ્ર તટ અને સંઘ પ્રદેશની બોડર સહિતના વિસ્તારો આવતા હોવાથી તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા ખાસ સૂચના આપી હતી.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે ઇન્ચાર્જ SP વિજયસિંહ ગુર્જરે પોલીસ મથકની મુલાકાત લીધી હતી. વલસાડ DySP એ કે વર્મા, PI મયુર પટેલ સહિત પોલીસ જવાનોને SPનું સ્વાગત કર્યું હતું. વલસાડ SPએ પારડી નગરના પૂર્વ કાઉન્સિલરો અને ગામના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈ શહેરમાં પડતી સમસ્યા અને તેના નિરાકરણ અંગે જરૂરી સુજાવો મેળવી તમામ વિગતોની નોંધ કરવા આવી હતી. વલસાડ SPએ પારડી પોલીસ મથકે આવતા અરજદારો સાથે મુલાકાત કરીને પોલીસ જવાનો દ્વારા અત્યાર સુધીના દિવસોમાં તેમની કરવામાં આવતા વર્તન અંગે જરૂરી જાણકારીઓ મેળવી હતી. અરજદારોની અરજી ઉપર કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી માહિતીઓ મેળવી હતી. પારડી પોલીસ મથક વિસ્તાર આંતર રાજ્ય બોડર, અરબી સમુદ્ર બે નેશનલ હાઇવે આવ્યો હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અંગે જરૂરી સૂચનો જારવામાં આવ્યા હતા. બજાર વિસ્તારમાં અને ટ્રાફિક વધારે થતો હોય તેવા વિસ્તારોમાં દિવસ દરમ્યાન સતત પોલીસ પેટ્રોલિંગ વધારવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. આંતર રાજ્ય ચેકપોસ્ટ વધુ કડક ચેકીંગ કરવા અંગે સૂચનો કર્યા હતા. તહેવારને લઈને પારડી નગરમાં ટ્રાફિક જામની સમસ્યા ન ઉદ્ભવે અને ચેન સ્નેચિંગ અને પાકીટ સ્નેચિંગ જેવી ઘટનાઓ થતી અટકાવવા અંગે પોલીસ જવાનોને શંકામદ ઉપર ચોક્કસ રીતે નજર રાખી જરૂર જણાય તો અટકાયત કરવા અંગે સૂચનો કર્યા હતા. પારડી નગરનો બહુ ચર્ચિત કેસો અંગે માહિતીઓ મેળવી પોલીસ જવાનોને અન ડિટેકટ કેસોનો નિકાલ કરવા જરૂરી માર્ગદર્શ આપી કેસોના નિકાલ અંગે પ્રયાસ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
પારડી પોલીસ મથકમાં તેઓ મુલાકાતે આવ્યા હતા. પારડી પોલીસ મથકમાં એસપી સાથે ડીવાયએસપી એ.કે. વર્મા નું પારડી પોલીસ મથકના પી.આઈ મયુર પટેલ, પીએસઆઇ અને સ્ટાફે એમનું સ્વાગત કર્યું હતું. પારડી પોલીસ મથકે વિધવા મહિલા ના જમીન મુદ્દે તેઓની ફરિયાદ સાંભળી હતી. જેનો નિકાલ કરવા ઇન્ચાર્જ એસપી એ સૂચન કર્યું હતું. તેમજ પારડી ન.પા. માજી પ્રમુખ સહીત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજન ભટ્ટે પોલીસ સ્ટેશન સામે સર્વિસ રોડ પર પાર્ક કરાયેલા વાહનો નો નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી. જે વાહનોનો બે માસની અંદર નિકાલ કરવામાં આવશે હોવાનું ઇન્ચાર્જ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.