કામગીરીને વેગ:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 6 ગામને રેવન્યુ દરજ્જાનો નિર્ણય કરાશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 સપ્ટેમ્બરે સભા યોજવાનું નક્કી કરાયું

જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા 4 સપ્ટેમ્બર શુક્રવારના રોજ યોજવા માટે પ્રમુખે એજન્ડા બહાર પાડ્યો છે.જેમાં કપરાડા તાલુકા સહિત જિલ્લાના 6 ગામને રેવન્યુ દરજ્જો આપવા માટે નિર્ણય કરાશે.આ ગામોમાં રેવન્યુ તલાટીઓની કામગીરીને વેગ મળશે.

જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા 4 સપ્ટેમ્બરે બપોરે રાજીવગાંધી સભાગૃહ ખાતે યોજાશે. આ સભામાં કોવિડ-19ના નિયમોનું ચૂસ્ત પાલન કરાશે.આ સામાન્ય સભામાં પ્રમુખ મણિભાઇ પટેલે તૈયાર કરેલા એજન્ડા મુજબ કારોબારી, બાંધકામ, આરોગ્ય, સિંચાઇ સહિતની વિવિધ સમિતિઓની મળેલી બેઠકની કાર્યવાહીની નોંધ લેવાશે.આ ઉપરાંત માલખેત, ધોડીપાડા, કોળીવાડ, કરજગામ, કનાડુ અને બીલીયાને રેવન્‍યુ વિલેજ જાહેર કરવા, વલસાડ જિલ્લા પંચાયત વર્ગ-૩ના કર્મચારી મંડળને માન્યતા આપવા, રેતી રોયલ્ટીના ફેર દરખાસ્તના કામો, 15માં નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટનાકામો, જિલ્લા કક્ષાના સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના કામો તથા પ્રમુખ સ્થાનેથી રજુ થતા કામો મુદ્દે સભામાં ચર્ચા હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવામાં આવેલા આ મહત્વના નિર્ણયથી 6 ગામના લોકોમાં ખુશી ફેલાઇ.

અન્ય સમાચારો પણ છે...