તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ નહીં

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે 18 એક્ટિવ કેસ રહ્યા

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 18 રહી છે.

GMERS, વલસાડ ખાતે આજદિન સુધી 1,64,518 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,58,482 સેમ્‍પલ નેગેટીવ અને 6,036 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં હેલ્‍થ વર્કરો 15,836ને પ્રથમ ડોઝ અને 12,862ને બીજો ડોઝ, બીજા તબક્કામાં ફ્રન્‍ટલાઇન વર્કરો 24,885ને પ્રથમ ડોઝ અને 14,159ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,64,545 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,47,860 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18થી 44 વર્ષના 1,81,887 યુવાનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...