AGM બોલાવવા ઉપવાસ:વલસાડના તિથલ રોડ પર આવેલા સરદર હાઈટ્સના રહેવાસીઓએ એક દિવસના પ્રતીક ઉપવાસ યોજ્યા

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી કોરોના મહામારીનું કારણ આગળ ધરીને AGM ન બોલાવતા હોવાના આક્ષેપ

વલસાડ ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી સરદાર હાઇટ્સમાં બનાવી ફ્લેટ માલિકોને ફ્લેટ સોંપવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી સરદાર હાઇટ્સમાં પ્રમુખ અને અગ્રણીઓ દ્વારા કોરોના મહામારીનું બહાનું આગળ કરીને AGM બોલાવતા ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. સાથે છેલ્લા 2 વર્ષથી સોસાયટી દ્વારા 12 કરોડથી વધુની સોસાયટીના પ્રમુખ અને અગ્રણીઓ કોઈ હિસાબ આપી રહ્યા ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા. AGM બોલાવવાની માગ સાથે રહેવાસીઓએ આજે એક દિવસના પ્રતીક ઉપવાસ યોજ્યા હતા.

વલસાડના તિથલ રોડ સ્થિત આવેલા સરદાર હાઇટ્સમાં છેલ્લા 2 વર્ષથી કારોબારી સભ્યો દ્વારા સભા નહિ બોલાવતા એપાર્ટમેન્ટના રહીશો આજે એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. જેમ સરદાર હાઇટ્સ રેહતા રહેવાસીઓએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, સરદાર હાઇટ્સના કારોબારી સભ્યોએ કોરોનાનું બહાનું કાઢી છેલ્લા 2 વર્ષથી સામાન્ય સભાયોજી નથી. જ્યારે સરકારની કોરોનાની ગાઇડલાઈન મુજબ, હલે 400 વ્યક્તિઓની વચ્ચે સભાનું આયોજન કરવા માટે સરકારે છૂટ આપી છે. જે અંગે કારોબારી સભ્યો ને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ સરદાર હાઇટ્સ સોસાયટી માં સભા નું આયોજન કર્યું નથી.

આજરોજ સરદાર હાઇટ્સ સોસાયટી ના રેહવાસીઓ આજરોજ સોસાયટી ના કમ્પાઉન્ડ માં એક દિવસ માટે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. અને આગામી દિવસો માં તેમની માંગણીઓ પૂરી કરવામાં નહિ આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વિરોધ પ્રદર્શન મા સરદાર હાઇટ્સ સોસાયટી મા આવેલા એપાર્ટમેન્ટ ના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...