તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ઉમરગામ, ધરમપુર-વલસાડની 210 પંચાયત પૈકી 73 મહિલા સરપંચ માટે રિઝર્વ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રોટેશનની કવાયતથી દોડધામ
  • તમામ પંચાયતના સરપંચના બેઠક પ્રકાર નક્કી કરાયા

જિલ્લાના વલસાડ તાલુકાની 95, ધરમપુર તાલુકાની 63 અને ઉમરગામ તાલુકાની 52 પંચાયત મળી કુલ 210 સરપંચોની બેઠકના નવા રોટેશન નક્કી કરવામાં આવ્યા છે. કલેકટરે જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચહલપહલ સર્જાઇ છે.રાજકીય હરીફ સરપંચો હવે ચૂંટણી લડવા માટે તેમના ગામોમાં વિકાસના કામોના આધારે ચૂંટણીમાં ઝંપલાવવા સજ્જ થયા છે.ચાલૂ વર્ષના અંતમાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે પ્રાથમિક કવાયત શરૂ કરી દેવામાં આવી છે.તેના માટે સરપંચોના વર્તમાન જાતિ પ્રકારની બેઠકોની નવી ફાળવણી કરવામાં આ‌વી છે.

વલસાડ તાલુકામાં 95 સરપંચો,ઉમરગામમાં 52 અ્ને ધરમપુર તાલુકાના 63 મળી 3 તાલુકાના કુલ 210 સરપંચના હોદ્દાની સ્ત્રી અનામત સહિત બેઠકો માટે અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ તથા બિન અનામત રાખ‌વાની બેઠકો જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલે નિર્દિષ્ટ કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે.જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો વ્યાપી ગયો છે.હાલના સરપંચો હવે નવી બેઠકો શોધવા માટે તલપાપડ બન્યા છે.

ત્રણ તાલુકાના સરપંચની બેઠક માટે જાહેર કરવામાં આવેલ રોટેશન આ મુજબ છે

ધરમપુરમાં 32 એસટી, સામાન્ય અને 31 મહિલા સરપંચ માટે અનામત
એસટી માટે અનામત પંચાયતોમાં આસુરા,બામટી,બારસોલ,બિલ પુડી,ભવાડા,ભાંભા,ભેસધરા,ફુલવાડી,કેલવણી,ખારવેલ,ખાંડા,લાકડમાળ,મરઘમાળ,મુરદડ,મોટીકોસબાડી,નાની ઢોલડુંગરી,નાનીવહીયાળ,પંગારબારી,પાનવા,પાંડવખડક,પેણધા,પીંડવળ,રાજપુરીતલાટ,રાજપુરી જંગલ,શેરીમાળ,સોંનદર,તામછડી,તિસ્કરીતલાટ, તુંબી,વિરવલ,ઉગતા,ઝરિયા અને એસટી મહિલા વર્ગ માટે આંબાતલાટ,આંબોશીભવઠાણ,આવધા,બારોલિયા,બરૂમાળ,બોપી,ચિંચોઝર,ધામણી,ગડી,ગુંદિયા,હનમતમાળ,જામલિયા,કાકડકુવા,કાંગવી,કરંજવેરી,કુરગામ,કોસીમપાડા,ખટાણા,લુહેરી,માકડબન,મામાભાચા,મોટીકરવળ,મોહપાડા,મોહનાકાંવચાલી,મોટીઢોલડુંગરી,નડગધરી નાની કોરવળ,પીપલપાડા,સિદુમ્બર,તુતરખેડનો સામાવેશ .

ઉમરગામના 52 સરપંચોની બેઠકોની યાદી
ઉમરગામ તાલુકાના 52 ગામના સરપંચોના નવા રોટેશનની બેઠકમાં એસસી સામાન્ય 1,મહિલા 1,એસટી સામાન્ય 22,મહિલા22,સા.શૈ.પ. વર્ગ માટે સામાન્ય 02,મહિલા 03, સામાન્ય સ્ત્રી માટે 0 અને બિનઅનામત વર્ગ માટે 1 બેઠક નક્કી કરવામાં આવી છે.

વલસાડમાં 95 ગામના સરપંચોની બેઠક
વલસાડ તાલુકામાં 95 ગામના સરપંચોના રોટેશનમાં એસસી સામાન્ય 1 (કલવાડા),મહિલા 1( ગોરગામ),એસટી કેટેગરીમાં સામાન્ય 20,મહિલા 20 બેઠક,સા.શૈ,પછાતવર્ગ માટે સામાન્ય 5,મહિલા 5,સામાન્ય સ્ત્રી માટે 22 અને બિન બિનઅનામત વર્ગના સરપંચોની 21 બેઠક રાખવામાં આવી છે.વલસાડમાં સા.શૈ.પ. અનામત બેઠકો આગરફળિયા,ચોબડિયા,કોસંબા,લીલાપોર,મગોદડુંગરી અને સા.શૈ.પ.મહિલા માટે જેસપોર,કકવાડી,કોસમકુવા,માલવણ વિગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...