કાકાની ધરપકડ:ઠપકો આપતાં ભત્રીજાઓ કાકાની સામે બોલ્યા, કાકાએ 3 ભત્રીજાઓને લોખડના રોડથી ફટકાર્યા

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ભાણેજ વિશે ખોટી વાતો કરતા કાકાએ તેના 3 ભત્રીજાઓને લોખડના રોડથી ફટકાર્યા

વલસાડ જિલ્લાના પારડી શાકભાજી ખરીદવા જતા ભત્રીજાને તેના કાકાએ બોલાવી ભાણેજ વિશે ખોટી વાતો કેમ કરે છે. કહી કાકાએ 1 ભત્રીજાને થપાટ મારી ઠપકો આપ્યો હતો. ઘટનાની જાણ બીજા ભત્રીજાને થતા બંને તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કાકાએ ત્રણેય ભત્રીજાઓને ભાણેજ વિશે ગામમાં ખોટી વાતો કરવા બદલ લોખડના રોડ વડે માર માર્યો હતો. જેમાં ત્રણેય ભત્રીજાઓ ઇજાગ્રસ્ત થતા ત્રણેયને પારડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ પારડી પોલીસને થતા પારડી પોલીસે ભત્રીજાઓની ફરિયાદ નોંધી કાકાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડીના સૈયદ સ્ટ્રીટ ગેલેક્ષી રેસિડેન્સીના ફ્લેટ નંબર 207માં રહેતા શાહીદખાન પઠાણના 3 પુત્રો પૈકી શાહીલ ખાન પારડી શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા ગયો હતો. જ્યાં ટેબ કાકા હારુન રફીઉલ્લાખાન પઠાણે ભત્રીજા શાહીલને ભાણેજ તસ્લિમ વિશે શહેરમાં ખોટી વાતો કેમ ફેલાવે છે. તેમ કહી કાકાએ ભત્રીજાને ઠપકો આપી તમાચો માર્યો હતો. શાહિલે તેના બંને ભાઈને બનાવની જાણ કરતા તેના બંને ભાઈએ તાત્કાલિક પારડી શાકભાજી માર્કેટ ખાતે આવી કાકા રફીઉલ્લાખાન સાથે ભાઈને કેમ તમાચો માર્યો કહી તકરાર કરી હતી.

રફીઉલ્લાખાને ભાણેજ વિશે ગામમાં ખીટી વાત કરવા બાબતે થપાટ.મારી હોવાનું જણાવ્યું હતું. કાકા સામે ત્રણેય.ભત્રીજાઓ સામે થવા જતા રફીઉલ્લાખાને લોખંડના રોડ વડે ત્રણેય ભત્રીજાને માર્યા હતા. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને છેડાવી ઇજાગ્રસ ત્રણેય ભત્રીજાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. બનાવની જાણ પારડી પોલીસને થતા પોલીસે ભત્રીજા ઉપર હુમલો કરનાર કાકા રફીઉલ્લાખાન વિરુદ્ધ ફરિયાદ નોંધી પારડી પોલીસે આ કેસના આરોપી રફીઉલ્લાખાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...