વલસાડ તાલુકાના વાંકલ ગામ ખાતે બની રહેલી મેરીટ પોલીમર કંપનીનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા કંપનીના વિરોધમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં કંપનીનું કામ અટકાવવા ઠરાવ કરવામાં આવ્યો હોવા છત્તા કંપની દ્વારા બાંધકામ ન અટકાવતા આદિવાસી સમાજના અગ્રણીઓની ગ્રામજનોએ મદદ લીધી હતી. સ્થાનિક આદિવાસી અગ્રણીઓની આગેવાનીમાં કંપનીના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને આગામી દિવસોમાં કંપનીનું ચાલી રહેલુ બાંધકામ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
વલસાડ તાલુકાના વાંકલ ગામમાં મેરીટ પોલીમર કંપનીનો વીરોધ કરવામાં આવ્યો હતો.સ્થાનિક લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ આદિવાસી સમાજના અગ્રણીઓને ફરિયાદ કરી હતું આજરોજ વલસાડના કલ્યાણ બાગ સર્કલથી મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી યોજી હતી આ રેલીમાં ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયશ્રી પટેલ ડોક્ટર નિરવ પટેલ ડેમ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. આદિવાસીઓ દ્વારા રેલીયોજી વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના ગામના કંપની ન બને તે માટેની માંગ કરવામાં આવી હતી અગામી દિવસોમાં જો કંપનીનું કામ અટકાવવામાં ન આવે તો આદિવાસીઓ દ્વારા પોતાના ઘરના ગાયો તથા અન્ય પશુઓ સાથે જિલ્લા કલેકટર ઓફિસ બહાર ધરણાં કરવાની ચીમકી આપી હતી ગામજનોનું કહેવું છે કે કંપની આવવાથી તેમના ગામના પાણીના બોર તથા ગામની ખેતીને ભારે નુકસાન થશે જેને લઈને ગામજનોની રોજી રોટી છીનવાશે સાથે કંપનીના કારણે ગામના પાણીના બોર ખરાબ થતા ગામજનો અન્ય બીમારીની દહેસ્ત પણ સતાવી રહી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.