આદેશ:વલસાડ અતુલમાં દારૂની મહેફિલ કેસમાં રિમાન્ડ નામંજૂર, જામીન અરજી મંજૂર

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રૂરલ પોલીસે આરોપીઓને ચીફ જ્યુડિશ્યિલ કોર્ટમાં રજૂ કર્યા હતા

અતુલ ખાતે બંગલામાં બુધવારે મોડી રાતે ઘર માલિક સની બાવીસ્કરની બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું,જેમાં નાનાપોંઢાના પીએસઆઇ આર.જે.ગામિત, કપરાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ નીતિન રાઠોડ, વલસાડ એમટી શાખાના કોન્સ્ટેબલ કમલેશ ભગોરા અને સુરત વિભાગ પ્રોહિબિશન ડ્રાઇવના કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ જેઠવા સહિત 19 જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે એસપી ઝાલાને બાતમી મળતા એલસીબી અને સિટી પોલીસની ટીમે અતુલ ખાતે દરોડો પાડ્યો હતો.જેમાં ખુદ એસપી ડો.ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા.

દરમિયાન બંગલાના બીજા માળે ચાલી રહેલી દારૂની મહેફિલમાં સામેલ કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ મથકના પીએસઆઇ અને 3 કોન્સ્ટેબલો સહિત બંગલાના માલિક અને અન્યો મળી 19 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.આ કેસમાં બુધવારે પોલીસે આરોપીઓના કોવિડ ટેસ્ટ,અટક બતાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.અટક બાદ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાના હોય ગુરૂવારે બપોરે 1 વાગ્યાના સુમારે રૂરલ પોલીસે તમામ આરોપીઓને વલસાડની ચીફ જ્યુડિશ્યિલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રીમાન્ડ માટે અરજી રજૂ કરી હતી.

જેની સુનાવણી હાથ ધરાયા બાદ અરજી નામંજૂર થઇ હતી.જેની સાથે જ આરોપીઓ દ્વારા વકીલો મારફત જામીન અરજી પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેમાં તમામ આરોપીઓની જામીન અરજી મંજૂર થતાં તમામ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રોહિ.એક્ટ મુજબ જામીનપાત્ર ગુનો
દારૂની મહેફિલના કેસમાં પોલીસને રૂ.9250ની કિમતનો 11.250 લીટર દારૂ મળ્યો હતો. જેમાં પ્રોહિબિશનના કેસમાં જોગવાઇ મુજબ 20 લીટરથી વધુ દારૂનો જથ્થો હોય તો જામીન મળવું મુશ્કલ હોય છે. ઓછો દારૂ મળતા જામીન પાત્ર ગુનો હોય જામીન પર મુક્ત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...