કામગીરી:વલસાડમાં પાણીની રાઇઝિંગ લાઇનની મરામત કરાતાં રાહત

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઇઝિંગ પાઇપલાઇનમાં વારેઘડી ભંગાણ પડતાં કવાયત

વલસાડ નગપાલિકાના મોગરાવાડી અબ્રામામાં પાણીની રાઇઝિંગ પાણીની લાઇનમાં વારેઘડીએ ભંગાણ પડતાં પાલિકા વોટર વર્કસ દ્વારા મરામતની કાર્યવાહી હાથ ધરાતાં રાહતની લાગણી ફેલાઇ હતી. વલસાડના અબ્રામા હેડ વોટર વર્કસથી વર્ષો જૂની પાણીની રાઇઝિંગ લાઇન મોગરાવાડી અબ્રામા થઇને વલસાડ કલ્યાણબાગ સુધી આવે છે.જેમાંથી નાગરિકોને પાણીનો પુરવઠો પૂરો પડાઇ રહ્યો છે.

પરંતુ આ રાઇઝિંગ પાઇપલાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થઇ જતાં અબ્રામા મોગરાવાડી હાઇવેથી અંદર તરૅફ આવતા રસ્તે ભંગાણ પડવાથી પાણી રસ્તે વહી જતાં પાલિકાના અબ્રામા વોર્ડ નં.3ના સિનીયર અપક્ષ કાઉન્સિલર ઝાકીર પઠાણે પાલિકા પ્રમુખ કિન્નરી પટેલ,વોટર વર્કસ ચેરમેન ઉર્મી દેસાઇને જાણ કરી લાઇનના ચેમ્બર અને પાઇપના જોઇન્ટમાં સિસુ નિકળી જવાથી આ સમસ્યા વારે ઘડીએ સર્જાઇ રહી હોવાની ટેક્નિકલ ક્ષતિ હોવાની સંભાવના દર્શાવી હતી.જેને લઇ પાલિકા દ્વારા આ કામના ઉકેલ માટે મરામતની કામગીરી હાથ ધરાતાં વોર્ડના રહીશોમાં પણ રાહત જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...