તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં કોવિશીલ્ડ રસીના બીજા ડોઝ માટે રજિ. ફરજિયાત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન માટે ધસારો થતાં તંત્રએ નિર્ણય લીધો

કોરોનાથી બચવા સુરક્ષા કવચ તરીકે મૂકવામાં આવતી વેક્સિન માટે હવે લોકોમાં ભારે જાગૃતિ આવી છે.જેના કારણે રસીકરણ કેન્દ્રો ઉપર વોકઇન વેક્સિનેશનની માગ પણ વધી રહી છે.આ સંજોગોમાં મર્યાદિત જથ્થા સામે વધુ માગ ઉભી થતાં તબક્કાવાર વેક્સિનેશન કરવા જિલ્લા આરોગ્ય વિભાગને ફરજ પડી છે.હવે કોવિશીલ્ડ વેક્સિનના સેકન્ડ ડોઝ માટે ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવાવનું રહેશે તેવો નિર્ણય લેવાયો છે.

વલસાડ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મહત્તમ 14 હજાર દૈનિક વેક્સિનનો જથ્થો જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી નિયત કરાયો હતો.મર્યાદિત વેક્સિનના કારણે સૌને ન્યાય આપવા સરકાર દ્વારા જથ્થો બહાલ કરવામાં આવે છે.વલસાડ જિલ્લામાં પણ વેક્સિનનો જથ્થો પ્રારંભે 21 જૂનથી શરૂ કરાયેલા 18 પ્લસ સાથે 45 પ્લસ માટે વોક ઇન વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જે માટેે પ્રથમ દિવસે સરકારે 14 હજારનો જથ્થો ફા‌ળવ્યો હતો,પરંતુ ત્યારબાદથી દૈનિક 40 ટકા જથ્થો ઓછો આવતાં રસીકરણ કેન્દ્રોમાં રસીનો જથ્થો ખુટવા માડ્યો છે.

વોકઇન વેક્સિનેશન અને 18 પ્લસ ઓનલાઇન રજિસ્ટ્રેશન વેક્સિનેશનના કારણે રસીકરણ પર્યાપ્ત જથ્થા કરતા વધુ ડિમાન્ડ ઉભી થઇ રહી છે.આ સ્થિતિ પર્વતતા જિલ્લા આરોગ્ય વિભાગે હવે કોવિશીલ્ડ વેક્સિનેશનના સેકન્ડ ડોઝ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનુ ફરજિયાત ઠેરવ્યું છે.

140માંથી હવે 50 ટકા કેન્દ્રોમાં જ રસી
વેક્સિનેશન માટે લોકોમાં હવે તાલાવેલી વધી જતાં વેક્સિન મેળવવા લોકો સવારથી જ રસીકેન્દ્રોમાં પહોંચી રહ્યા છે.પરંતું વેક્સિન પૂરી થઇ જતાં બે કલાકમાં રસીકરણ પૂરું થઇ જાય છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ધરમપુર,પારડી,વલસાડ , વાપી,કપરાડા અને ઉમરગામ મળી 6 તાલુકામાં 140 રસીકરણ કેન્દ્રો નક્કી કરેલા છે.પરંતું હવે 75 સ્થળોએ જ વેક્સિનેશન કરવાની ફરજ પડી રહી છે.એટલે કે અગાઉ નિયત કરેલા કેન્દ્રો પૈકી 50 ટકા કેન્દ્રો નક્કી કરીને વેક્સિનની ફાળવણી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...