બોગસ તબીબો:વલસાડ જિલ્લામાં રજીસ્ટેશન વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટર સામે લાલઆંખ, 7 સામે કાર્યવાહી

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝોલા છાપ તબીબો પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોના હાથે લાગ્યા

વલસાડ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન તબીબ તરીકે પ્રેક્ટિસ કરનારા ડોક્ટરો સામે મેડિકલ કાઉન્સિલિંગ વલસાડના સભ્યો અને પોલીસે એક સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રેડ કરીને જિલ્લાના મેડિકલ કાઉન્સિલિંગમાં નોંધણી કરાવ્યા વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે ફરિયાદ નોંધી કાયદાના પાઠ ભણાવ્યા હતા. વલસાડ જિલ્લામાંથી 7 તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી

વલસાડ જિલ્લામાં વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માં જિલ્લામાંથી વિવિધ વિવિધ વિસ્તારોમાંથી કોઈ પણ જાતની પરવાનગી કે આધાર પુરાવા વિના બોગસ પ્રેકટીસ કરતા ઝોલાછાપ તબીબો ઝડપાયા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં જિલ્લાના વલસાડ શહેર , વલસાડ ગ્રામ્ય વિસ્તાર, ઉમરગામ તાલુકાના ભીલાડ, વાપી અને કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારમાંથી બોગસ રીતે પ્રેક્ટિસ કરતા 7 ઝોલા છાપ તબીબો પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોના હાથે લાગ્યા હતા.

તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે તમામની અટકાયત કરી તેમના પાસે રહેલા આધાર પુરાવા અને સર્ટીફિકેટ માગ્યા હતા. જોકે મોટાભાગના કેસોમાં કોઇ પણ જાતના સર્ટિફિકેટ કે આધાર પુરાવાઓ કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનનું પણ કોઈપણ પ્રમાણપત્ર કે પરવાનગી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની પણ કોઈ પરવાનગી હતી નહીં. આથી પોલીસ અને આરોગ્ય વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં મોટાભાગે આ બોગસ તબીબો જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એવા વિસ્તારોમાં બોગસ પ્રેકટીસ કરતા હતા. જ્યાં શ્રમજીવી અને ગરીબ વર્ગના પરિવારો રહેતા હોય છે. આ છેવાડાના લોકોની અજ્ઞાનતા અને ગરીબી સાથે મજબૂરીનો લાભ લઇ આ ઝોલાછાપો ગેરકાયદેસર રીતે તેઓની તબીબી તપાસ અને સારવાર કરતા હતા. આમ કોઈપણ જાતની ડિગ્રી કે આધાર પુરાવા વિના મોટાભાગના ઝોલા છાપો પ્રેક્ટિસ કરી અને લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા હતા. આથી તમામ વિરોધ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝોલાછાપ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો

વલસાડ પોલીસના ડીવાયએસપી મનોજ શર્માએ જણાવ્યું હતુ કે જિલ્લામાં એક સાથે તમામ તાલુકાઓમાં પોલીસની ટીમો અને આરોગ્ય વિભાગની ટીમોએ કરેલી કાર્યવાહીના કારણે જિલ્લાના ઝોલાછાપ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીમાં પોલીસે તમામની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોગસ તબીબોના નામ

બોગસ તબીબોની યાદીમાં અમરેન્દ્ર નાગેશ્વર સિન્હા, ભિલાડ - દિબાશીશ આશુતોષ બિશ્વાસ, ડુંગરા - નિરંજન મોતીલાલ વિશ્વાસ, વાપી ટાઉન - નિહાર રંજન બિશ્વાસ, વાપી ટાઉન - પપ્પુ રામકિશોર પ્રજાપતી, ગુંદલાવ - રતનકુમાર નેપાલચંદ્ર ડે, નાનાપોઢા - ત્રિભુવનદત્ત રામબોધ તિવારી, વલસાડનો સમાવે થયા છે.

કપરાડામાંથી બોગસ તબીબને છોડાવવા રાજકીય નેતાઓ પોલીસ મથકે દોડયા
કરચોન્ડ સિમ ફળીયામાંથી પકડાયેલો બોગસ તબીબ રતનકુમાર નેપલચંદ્ર ડે.અજિતભાઈ ના મકાનમાં મૂળ રહે.બંગાળ રહેતો હતો. બોગસ તબીબ પાસેથી એલોપેથીક યુનાની દવાઓ મળી કુલ રૂ. 2.98.276 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બોગસ તબીબને છોડાવવા રાજકીય નેતાઓ પોલીસ મથકે દોડી ગયા હતા.

સરીગામથી 1 બોગસ તબીબને ઝડપી પાડયો
સરીગામ જીઆઈડીસીરમાં જય કોમ્પલેક્ષમાં ડોકટરની પ્રેક્ટિસ કરતો ઊંટવૈદને ભીલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગુંદલાવ અને પારડીસાંઢપોરના ક્લિનિકમાંથી 40 જાતની ટેબ્લેટ મળી
વલસાડ સિટી અને રૂરલ પોલીસે ગુંદલાવના ક્લિનિક અને પારડીસાંઢપોરના ઋષભ ક્લિનિકમાંથી મેડિકલ સાધનો ,અલોપથીની 40 જાતની વિવિધ ટેબ્લેટો,દવા,આયુર્વેદિક દવા,સિરપ વિગેરેનો જથ્થો કબજે લીધા હતા.

રાજસ્થાનનું બોગસ મેડીકલ સર્ટ મળ્યું
ગુંદલાવના ક્લિનિકમાં બોગસ તબીબ પપ્પુ પ્રજાપતિ પાસે સીએમએસ, બિકાનેર રાજસ્થાન અને 18 માસનો કોમ્યુનિટી મેડિકલ સર્વિસ,ઇસેન્ટીયલ ડ્રગ્સ ઓફ હુ પ્રાયમરી હેલ્થકેરનો સર્ટિ મળ્યો હતો. જેઓ પાસે ગુજરાત સરકાર મેડિકલ કાઉન્સિલનું કોઇ રજિસ્ટ્રેશન ધરાવતા ન હતા.

આ બોગસ તબીબો ઝડપાયા

  • અમરેન્દ્ર નાગેશ્વર સિન્હા, ભિલાડ
  • દિબાશીશ આશુતોષ બિશ્વાસ. ડુંગરા
  • નિરંજન મોતીલાલ વિશ્વાસ. વાપી ટાઉન
  • નિહાર રંજન બિશ્વાસ,વાપી ટાઉન
  • પપ્પુ રામકિશોર પ્રજાપતી ગુંદલાવ
  • રતનકુમાર નેપાલચંદ્ર ડે,નાનાપોઢા
  • ત્રિભુવનદત્ત રામબોધ તિવારી વલસાડ

અન્ય સમાચારો પણ છે...