તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના ગુંદલાવમાં ખુલ્લી જગ્યાએ મોડી સાંજે વરલી મટકાના જુગાર પર રૂરલ પોલિસે રેડ પાડી 6 જુગારિયાને ઝડપી પાડ્યા હતા.આ સ્થળેથી જુગારના રૂ.10700 રોકડા કબજે કરી પોલિસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ તાલુકાના ગુંદલાવમાં એક ખુલ્લી જગ્યાએ શુક્રવારે મોડી સાંજે વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.રૂરલ પીએસઆઇ જી.આઇ.રાઠોડે તાત્કાલિક સૂચના આપતાં પોલિસ ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં સ્થળ પરથી વરલી મટકાનો જુગાર રમતા 8 ઇસમ ઝડપાઇ ગયા હતા.
પોલિસે સતીષ રતિલાલ પટેલ,રહે. અટગામ, રમણ ડાહ્યા પટેલ,રહે,પીઠા,જિજ્ઞેશ ઠાકોર, રહે. કૈલાસ રોડ, પરેશ ધીરૂ રાઠોડ, રહે.ગુંદલાવ, ધવલસિંહ ઠાકોર, કૈલાસ રોડ, નિતન પટેલ, રહે,નનકવાડા, દીપક પટેલ, રહે.છીપવાડ, વલ્લભ રામ પટેલ, રહે,ધમડાચીને ઝડપી પાડ્યા હતા.જ્યારે સતીષ નારણ નાયકાને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ સ્થળેથી રૂરલ પોલિસની ટીમે વરલી મટકાના કુલ રૂ.10700,5 નંગ મોબાઇલ સહિત કુલ રૂ.13210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.