ધરપકડ:ડુંગરીની કરિયાણા સ્ટોરમાં રેડ, 40 કિલો નવસાર પકડાયો

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી દેશીદારૂ બનાવવા છુટક વેચાણ કરતો

વલસાડના ડુંગરીમાં એક વેપારીની દૂકાનમાં પોલીસે રેડ પાડી ઝડતી લેતાં દેશીદારૂ બનાવવા માટે વપરાતો નવસારનો 40 કિલો જથ્થો ઝડપાઇ ગયો હતો.ગેરકાયદે નવસાર વેચતાં આ વેપારીની પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

ડુંગરી પોલીસ મથકના પીએસઆઇ એસ.બી.ઝાલાને ડુંગરી રેલવે ફાટકની બાજૂમાં આવેલી જલારામ કરિયાણા સ્ટોરમાં બાતમી આધારે રેડ પાડતા વેપારી પ્રેમજી રવજી ભાનુશાલી હાથમાં થેલી સાથે ઉભો હતો. પોલીસે તેનું નામ પૂછી આ શું છે તેવું કહેતા દેશી દારૂ બનાવવા નવસારનો બોક્ષ છે તેવું પ્રેમજી ભાનુશાળીએ જણાવી આ બુટલેગરોને છુટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

દૂકાનની બહારથી પણ નવસાર મળી આવ્યો હતો.પોલીસે રૂ.4 હજારનો કુલ 40 કિલો નવસારનો ગેરકાયદે જથ્થો કબજે કર્યો હતો.આ જથ્થો ક્યાંથી લાવ્યો તેમ પુછતા વેપારી પ્રેમજીએ હિરા મારવાડી નામના ઇસમ પાસેથી દેશીદારૂના બુટલેગરોને છુટક વેચાણ માટે લાવેલો હોવાની કબુલાત ડુંગરી પોલીસની પુછપરછમાં કરી હતી.પોલીસે નવસારનો જથ્થો અને 1 મોબાઇલ સહિત રૂ.9 હજારનો મુદ્દામાલ કરિયાણાની દૂકાનેથી કબજે કરી વેપારીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...