તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:વલસાડ જિલ્લામાં સિમેન્ટ સ્ટીલની કંપનીઓનાં કારટેલ સામે રિઅલ એસ્ટેટ એસો. આજે 500 સાઇટ બંધ રાખશે

વલસાડ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાને લઇ મકાનોની કિમતમાં 20 ટકા વધારો કરવા મજબૂર થવું પડશે

માર્ચ-2020થી કોવિડ-19ની મહામારીના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિને લઇ તમામ પ્રકારના બાંઘકામ વિકાસની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી.સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ પાસે રહેલા સ્ટોકનનો કાર્ટેલ કરી હવે ભાવોમાં વધારો કરાતા વલસાડ જિલ્લાના બાંધકામ વ્યવસાય પર પણ ભારે અસર વર્તાઇ રહી છે.આ ભાવ વધારાના કારણે મકાનોની કિંમતમાં 20 ટકાનો વધારો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.આ પરિસ્થિતિને લઇ સામાન્ય લોકોને ઘર વસાવવું મુશ્કેલ બને તેમ છે.આમ પણ રિઅલ એસ્ટેટમાં મંદી વચ્ચે પણ બિલ્ડર્સો પ્રોજેક્ટો કરી રહ્યા છે,પરંતું સિમેન્ટ સ્ટીલની કોસ્ટ વધતા મકાન નિર્માણની કિમત વધી રહી છે.

આ ભાવ વધારો કૃત્રિમ હોવાનું જણાવી ડિસ્ટ્રિક્ટ રીઅલ એસ્ટેટ ડેેવલપર્સ એસોસિએશને એક બેઠક કરી શુક્રવારે સમગ્ર વલસાડ જિલ્લામાં 500 જેટલી કન્સટ્રક્શન સાઇટ બંધ રાખી કલેકટરને આવેદન આપવા તથા સ્ટીલ અને સિમેન્ટના ભાવો ઘટાડવા સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે.ગુરૂવારે એસોસિએશને પત્રકાર પરિષદ બોલાવી આ નિર્ણય કરવા પાછળ સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓની કારટેલ પર કાર્યવાહી કરવા અને ભાવ ઘટાડવા સરકાર સમક્ષ માગ રજૂ કરવાના મુદ્દા ઉઠાવ્યા હતા.

એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ મંગે,સેક્રેટરી ચેતન ભાનુશાલી,જો.સેક્રેટરી રાજેશ ભાનુશાલી,વલસાડ બિલ્ડર્સ એસો.પ્રમુખ બિપિનભાઇ પટેલ તથા જિલ્લાના તાલુકા સંગઠનના પ્રમુખોએ સિમેન્ટ સ્ટીલ કંપનીઓ દ્વારા કરાતા ભાવ વધારાથી મકાનો વસાવવાનું સ્વપ્ન ધરાવતા લોકોને પણ અસર ન પહોંચે તે માટે સરકાર કાર્યવાહી કરે તેવી માગ કરાઇ છે.

મકાન બાંધકામ ક્ષેત્રમાં લાખો કામદારોની રોજીરોટી છે

53 ગ્રેડની સિમેન્ટના ભાવો
ડિસેમ્બર 2020- રૂ.277
જાન્યુઆરી 2021- રૂ.310
ફેબ્રુઆરી 2021-310
બે વર્ષમાં સ્ટીલના ભાવો

જાન્યુ.2019- 40 હજાર પર મે.ટન
મે 2019- રૂ.38 હજાર
જૂન-2019- રૂ.36 હજાર
જાન્યુ.2020- રૂ.40 હજાર
સપ્ટે.2020- રૂ.45 હજાર
નવે.2020- રૂ.55 હજાર
ડિસેમ્બર-2020- રૂ.58 હજાર
જાન્યુ.2021- રૂ.59 હજાર

કંપનીઓ કારટેલ રચી ભાવ વધારે છે
સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓ છેલ્લા બે વર્ષથી કારટેલ રચીને ઉત્પાદનનો ભાવ વધારી રહી છે. છેલ્લા બે વર્ષથી એવરેજ સિમેન્ટ બેગ દીઠ રૂ.300 થી નીચે ભાગ્યે જ ઉતર્યા છે.સ્ટિલમાં પણ રૂ.45 હજારથી વધીને આજે રૂ.59 હજાર થઇ ગયા છે. - અશોકભાઇ મંગે, પ્રમુખ, ડિ.રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસો.

સરકાર ભાવ નિયંત્રણ માટે કાર્યવાહી કરે
રિયલ એસ્ટેટ સાથે હજારો કામદારો, રો મટિરીયલ્સના વેપારીઓ, ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાયિકો તેની સાથે જોડાયેલા લોકોની રોજીરોટી છે. આ ક્ષેત્રને સરકાર દ્વારા સપોર્ટ મળે તે માટે બેઝ મટીરિયલ ગણાતા સિમેન્ટ અને સ્ટીલના કારટેલને રોકી સરકારે મકાનના કિમતો ન ‌વધે તે માટે સિમેન્ટ સ્ટીલના ભાવનુ નિયંત્રણ થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ. - બિપીનભાઇ પટેલ,પ્રમુખ,વલસાડ બિલ્ડર્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો