તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ફ્રેઇટકોરિડોર:વલસાડ બ્રિજ નીચે RCC સ્ટ્રકચર ગોઠવાયું

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂન સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવા માટે તંત્રની મથામણ

વલસાડ જિલ્લામાંથી અવરજવર માટે ઉપયોગી વલસાડના રેલવે ઓવરબ્રિજને 2 જૂનથી બંધ કરાયા બાદ મહત્વના વચ્ચેના ભાગે RCC ફ્રેઇમનું માળખુ ફીટ કરવામાં આવ્યું છે.રેલવે દ્વારા આ કામગીરી ઝડપથી પૂરી કરવા માટે જેસીબી,ક્રેઇન દ્વારા યુધ્ધના ધોરણે કામ આગળ ધપાવવામાં આવતા નક્કી કરેલી મહેતલ સુધી રેલવે ઓવરબ્રિજ શરૂ કરવા મથામણ કરાઇ રહી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર,વાપી,મુંબઇ,સુરત સુધીના ટ્રાફિક માટે વલસાડ ખાતે આવેલો રેલવે ઓવરબ્રિજ નીચેથી રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ હેઠળ 2 નવા ટ્રેક નાંખવાની કામગીરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે 2 જૂનથી 21 જૂન સુધીની મુદ્દત માટે બ્રિજ બંધ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું.જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.અત્યાર સુધી બ્રિજના મધ્યે મુખ્ય વચ્ચેના ભાગેથી ટ્રેક પસાર કરવા માટે જ્યાંથી ટ્રેક પસાર થનાર છે તે ભાગે આરસીસી સ્ટ્રકચરનું માળખુ ક્રેઇન દ્વારા ફીટ કરવામાં આવ્યુ છે.જેનું નાળાનું 40 ટકા કામ પુરૂ કરાયું છે.

આ કામ 21 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવા માટે રેલવે તંત્ર સતત કામગીરીમાં જોતરાયું છે.હાલે ધરમપુરથી આવતા ટ્રાફિકને ગુંદલાવ ચોકડીથી વલસાડ અને સુરતથી આવતા ટ્રાફિકને કુંડી ફાટક થઇ તથા વાપી,મુંબઇ,અતુલના ટ્રાફિકને વશીયર થઇને વલસાડ આવવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...