પાડાના વાંકે પખાલીને ડામ:રવિવારી બંધ : દેવામાં ડૂબેલી વલસાડ પાલિકાને આવક વધવાના બદલે નુકસાની

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારોએ ફરિયાદ કરતા આખરે પાલિકાએ લીધેલો નિર્ણય
  • હિત ધારકોને સાચવવા મોંઘવારીમાં સામાન્ય લોકોને લાભદાયક બજાર બંધ થઇ

વલસાડમાં રવિવારે એક દિવસ બંધ રાખવામાં આવે છે.જેને લઇ રવિવારે સ્ટેડિયમ રોડ ઉપર હાટ બજાર ભરવામાં આવે છે અને આ રવિ બજાર પણ મોટાભાગે બપોરથી સાંજ સુધી ભરાતો હોય છે. બજાર રવિવારે માત્ર 5 કલાક ભરાય છે અને તેમાં અનેક લોકોની રોજીરોટી સંકળાયેલી હોવા ઉપરાંત મોંઘવારીના ખપ્પરમાં ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળતાં હજારો લોકોના બજેટમાં રાહતરૂપ રહે છે.

આ રવિબજારથી વલસાડ નગરપાલિકાને આર્થિક સ્ત્રોત પણ મળે છે.તેમ છતાં ગત રવિવારે પાલિકાએ રવિ બજાર બંધ કરાવવા બાંધકામ શાખાના કર્મીને મોકલી બંધ કરાવતા નાના વેપારીઓ અને પાથરણાંવાળી મંહિલાઓ વચ્ચે બોલાચાલી થતાં પોલીસે કેટલાક ઇસમોને જાહેરમાં બખેડો કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી.આ બનાવમાં પોલીસ કાર્યવાહી કરી ઇસમોની અટકાયત કરી કાર્યવાહી કરવા છતાં આ રવિ બજાર બંધ કરવાનો માઇક ફેરવ્યું હતું.

પોલીસે બંદોબસ્ત સાથે સુવિધા કરી હતી
થોડા સમય પહેલા વલસાડમાં રવિ બજાર માટે પોલીસે બેરિકેડ લગાવી સ્ટેડિયમ રોડ પર રામરોટી ચોક સુધી કોઇ વાહનોની એન્ટ્રી બંધ કરી બેરિકેડ મૂકી દઇ સુવિધા પૂરી પાડી આ બજારથી કોઇને નુકસાન ન થાય તેવું પ્રસંશનીય પગલું ભર્યું હતું.જેના કારણે શાંતિપૂર્ણ રીતે બજારની ગતિવિધ ચાલી રહી હતી.પરંતું અચાનક ફરીથી પાલિકાના માથે બંધ કરાવવાનો ભૂત સવાર થતાં લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે.

વેપારી- કર્મી વચ્ચે રકઝક થઇ હતી
છેલ્લા ત્રણ રવિવારી બજાર બંધ રહ્યા બાદ અચાનક ગત રવિવારે રવિવારી બજાર ચાલુ રાખી હતી. જે રવિવારે બજાર બંધ કરવા માટે વલસાડ પાલિકાના એન્ક્રોચમેંટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણ તથા તેમની ટીમે બજાર બંધ કરાવવા જતાં વેપારીઓ સાથે બોલાચાલી થઈ હતી. અને ઘર્ષણ ઊભું થયું હતું. જોકે, વલસાડ સીટી પોલીસની ટીમ દોડી આવતા મામલે થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...