ફરિયાદ:તિથલ બીચ પર ધંધાર્થીઓની હાલત કફોડી શનિ-રવિવારે ચાલુ કરવા કલેકટરને રાવ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોના દિવસે પણ બીચ ચાલુ રાખવા ગ્રામજનોની માગ ઉઠી

વલસાડનું પ્રસિધ્ધ તિથલ બીચ છેલ્લા લગભગ બે વર્ષથી બંધ હાલતમાં રહેતા સ્થાનિક ગ્રામજનોની રોજીરોટી ઉપર ગંભીર ફટકો પડ્યો છે. વલસાડના અરબી સમુદ્રના કાંઠે આવેલા રમણીય તિથલ બીચ ઉપર કોવિડ-19ની સ્થિતિ ધ્યાને લેતા વહીવટીતંત્રએ અઠવાડિયાના બે દિવસ શનિ અને રવિવારે બંધ રાખવા નિર્ણય કર્યો હતો.આ સિવાય તહેવારોની રજાના દિવસોએ પણ બીચ પર કોઇને જવા દેવામાં આવતા નથી.જેના કારણે સહેલાણીઓની અવરજવર રજાના દિવસોમાં થતી નથી,જેની સીધી અસર તિથલ ગામના સ્થાનિક કેબિનધારકો,લારીગલ્લા અને પાથરણાંવાળા,રિક્ષાચાલકો આર્થિક હાલત કફોડી થઇ ગઇ છે.

બીચ ઉપર ધંધો કરતા સ્થાનિક ગ્રામજનોએ તિથલ પંચાયતના સરપંચ પતિ અને સભ્ય રાકેશ પટેલને મળી કલેકટર ક્ષિપ્રા અગ્રેને રજૂઆત કરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં લેખિત રજૂઆતો કરી બે વર્ષથી ગામના સ્થાનિક લોકોની રોજી બંધ થતાં તેમના પરિવારનું ગુજરાન,બાળકોના શિક્ષણ માટે કોઇ આવક નથી તેવું જણાવી તિથલ બીચ શનિ અને રવિવારે તથા તહેવારોના દિવસે ચાલૂ રાખવા માગ કરી હતી.

મંદિરોમાં સહેલાણીઓ, બીચ પર મનાઇ કેમ ?
સોમથી શુક્ર સુધી અમારી રોજીરોટી ચાલતી નથી.આખો દિવસ બેસી રહીયે તો પણ ધંધો થતો નથી.મંદિરોમાં શનિ રવિએ સહેલાણીઓ આવતા રહે છે.જ્યારે બીચ પર બંધ છે.જેથી કેવી રીતે જીવવુ અને પરિવારને જીવાડવું તે પ્રશ્ન છે. > જયોત્સનાબેન, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...