સમસ્યા:લીલાપોરમાં રોડની દિવાલ તૂટવામાં પગલાં ભરવા રાવ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના લીલાપોર ગામથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બાજૂમાં પીડબ્લ્યુડીએ બનાવેલી દિવાલ તૂટી પડવાના પ્રકરણમાં પગલાં ભરવા પાલિકા સભ્યએ રાવ કરી છે. વલસાડ તાલુકાના લીલાપોર ગામની હદમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેને પહોળો કરવા માટે પીડબ્લ્યુડી દ્વારા બાજૂની નીચાણવાળી જગ્યાએ પૂરાણ કરી દિવાલ બનાવવામાં આવી હતી.જો કે ગત માસે ભારે વરસાદ દરમિયાન દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો.જેમાં બાંધકામ તકલાદી કરાયું હોવાના આક્ષેપ સાથે પાલિકા સભ્ય પ્રવિણ કચ્છીએ કલેકટરને રાવ કરી પગલાં ભરવા માગ કરી છે.આ જગ્યાએ નવી દિવાલ બનાવવા અને રોડની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે તો લોકોને રાહત થાય જેથી તેમણે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...