તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વલસાડમાં આંગણવાડી વર્કરોને 18 હજાર વેતન આપવા PMને રાવ

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતીય મજદર સંઘે કલેકટર સમક્ષ કર્મીઓના મુદ્દા ઉઠાવ્યા

વલસાડ જિલ્લામાં આગણવાડીની કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને તેને લાગૂ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા જિલ્લા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ પ્રમુખ વિનોદ જોષી અને મંત્રી રમેશ બી.પટેલની આગેવાની હેઠળ પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજયરૂપાણીને ઉદ્દશી એડિ.કલેકટર એન.એ.રાજપૂતને આવેદન આપ્યું હતું.

જેમાં ભારત સરકારે આંગણવાડી બહેનો માટે માસિક રૂ.18 હજારનું નક્કી કરેલું લઘુત્તમ વેતન અને હેલ્પર બહેનોને રૂ.9 હજારનું લઘુત્તમ વેતન ચૂુકવવા માગ કરાઇ છે.આ સાથે આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતી કાર્યકરોને પૂર્વ પ્રા.શિક્ષિકા અને હેલ્પર બહેનોને પૂર્વ પ્રા.સહાયક શિક્ષિકા તરીકે હોદ્દા નિર્ધારિત કરવા માગણી કરાઇ છે.ઉપરાંત પેન્શન,ગ્રેજ્યુઇટી તથા મેડિકલ સુવિધા અને સરકારી કર્મીઓની જેમ પરચુરણ રજા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવા દાદ મગાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો